કેન્દ્રીય એજન્સી વિરુદ્ધ સરકારનો નિર્ણય : CBIએ મહારાષ્ટ્રમાં કોઈ પણ તપાસ માટે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે

0
0

કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ હવે મહારાષ્ટ્રમાં કોઈ પણ તપાસ શરૂ કરતા પહેલા રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે. મહારાષ્ટ્ર સરકારે બુધવારે સામાન્ય સહમતિ પાછી લઈ લીધી છે. ખોટા TRP કેસમાં CBIના કેસ નોંધ્યાના એક દિવસ પછી મહારાષ્ટ્ર સરકારે આ આદેશ જાહેર કર્યો છે

ફેક TRP કેસમાં CBIની એન્ટ્રી કેવી રીતે થઈ?

રિપબ્લિકન ટીવી સહિત 3 ચેનલોની TRP એટલે કે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટમાં છેતરપિંડીનો ઘટસ્ફોટ મુંબઈ પોલીસે કર્યો હતો. આ કેસમાં ઘણા લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે. તો આ તરફ લખનઉના હજરતગંજ પોલીસસ્ટેશનમાં એક વિજ્ઞાપન કંપનીએ પણ આવો કેસ નોંધાવ્યો છે, જેને ઉત્તરપ્રદેશ સરકારે CBIને સોંપી દીધો છે. એટલા માટે CBIએ મંગળવારે છેતરપિંડી વાળા TRP કેસની તપાસ શરૂ કરી દીધી છે.

મહારાષ્ટ્ર સરકાર CBI તપાસ પર પહેલા પણ વાંધો ઉઠાવી ચુકી છે

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસની તપાસ CBIને સોંપવા માટે મહારાષ્ટ્ર સરકારે વાંધો ઉઠાવ્યો હતો. કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો અને કોર્ટે તપાસ CBIને સોંપીને મુંબઈ પોલીસને તપાસમાં મદદ કરવાના આદેશ આપ્યા.

સુશાંત કેસ પર અસર નહીં પડે

આ કેસમાં જોડાયેલી અધિકારીઓનું કહેવું છે કે CBI પર પ્રતિબંધ લગાવવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયથી સુશાંત કેસની તપાસ પર અસર નહીં પડે. આ કેસની તપાસ પહેલાથી જ ચાલી રહી છે અને સુપ્રીમ કોર્ટના આદેશ પર તપાસ કરવામાં આવી રહી છે. રાજકીય જાણકારોનું કહેવું છે કે મહારાષ્ટ્ર સરાકર, યુપી સરકારના નિર્ણયને રિપબ્લિકન ટીવીને બચાવવાના પ્રયાસના રૂપમાં જોઈ રહી છે.

અન્ય બિન ભાજપીય રાજ્યોમાં પણ CBIની એન્ટ્રીને અટકાવવાનો પ્રયાસ થયો હતો

મહારાષ્ટ્રે પહેલા પશ્વિમ બંગાળ, રાજસ્થાન અને છત્તીસગઢની સરકારો પણ આવા નિર્ણય લઈ ચુકી છે. આ વર્ષે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ CBI પર પ્રતિબંધ લગાવી દીધો છે. છત્તીસગઢ સરકારે 10 જાન્યુઆરી, 2019ના રોજ CBI પાસેથી જનરલ કન્સેન્ટ પાછી ખેંચી લીધી હતી. થોડાક મહિના પહેલા રાજસ્થાનની ગેહલોત સરકારે પણ આ જ નિર્ણય લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here