- Advertisement -
ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલપદે કાર્યકાળ પૂર્ણ કરી રહેલા રાજયપાલ ઓ.પી. કોહલીને રાજ્ય સરકાર તરફથી અમદાવાદમાં વિદાયમાન આપવામાં આવ્યું. કોહલીનો કાર્યકાળ સોમવારે પૂરો થવા જઇ રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમને સ્મૃતિભેટ અને શાલ પ્રદાન કરી સન્માનિત કર્યાં હતા. રૂપાણીએ આ પ્રસંગે કહ્યું કે કોહલીએ હંમેશા પિતૃવાત્સલ્યભાવ દાખવી સરકારનું માર્ગદર્શન કર્યું છે. રાજ્યપાલએ સન્માન પ્રત્યુતરમાં કહ્યું કે, ગુજરાત અને ગુજરાતીઓની વૈષ્ણવજનની નિ:સ્પૃહ ભાવનાથી વિકાસમાં સદાય અગ્રેસર રહેવાની ભાવના વિશ્વમાં ગુજરાતીને ઝળકાવે છે.