જમ્મૂ કાશ્મીર પર રાજ્યપાલ સત્યપાલ મલિકનું મોટુ નિવેદન, કહ્યું ઇદ પર અમે…

0
39

જમ્મૂ કાશ્મીરમાં લાગેલા કરફ્યૂ વચ્ચે રાજ્યપાલ સત્યપાલ મલિકે મોટુ નિવેદન આપ્યુ છે. એમણે કહ્યું છે કે અમે ઇદને લઇને વિશેષ તૈયારી કરી રહ્યા છીએ. અમે આ અવસરે સ્થાનિક લોકોને વધારેમાં વધારે સુવિધાઓ ઉપલબ્ધ કરાવીશું, જેથી તે હર્ષોલ્લાસ સાથે ઇદની ઉજવણી કરી શકે.

સત્યપાલ મલિકે કહ્યું છે કે ઇચ્છીએ છીએ કે કાશ્મીર ખીણના લોકો ડર્યા વિના ઇદનો તહેવાર ઉજવે. આ પહેલા મોદી સરકાર દ્વારા સંવિધાનના અનુચ્છેદ 370 હટાવ્યા બાદ સત્યપાલ મલિકે સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી. આ દરમિયાન એમણે કોઇપણ પ્રકારની સ્થિતિનો સામનો કરવા માટે નિરંતર સાવધાની રાખવા અને તૈયારીની આવશ્યકતા પર જોર આપ્યું હતું. રાજભવનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સરકારે ટોચના અધિકારીઓની સાથે બેઠક કરી અને રાજ્યમાં હાજર વર્તમાન સુરક્ષા અને કાનૂન વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

પ્રવક્તાએ બતાવ્યું હતું કે રાજ્યપાલના સલાહકારોએ વિજય કુમાર, કે કે શર્મા, કે સ્કંદન અને ફારૂક ખાન અને મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમે બેઠક ભાગ લીધો. જમ્મૂ કાશ્મીરના શ્રીનગરથી પરત ફર્યા બાદ કુમાર, સ્કંદન અને ખાને આવશ્યક સેવાઓની જાણકારી મેળવ્યા બાદ રાજ્યપાલને વીજળી, પાણીનો પૂરવઠો, સ્વાસ્થ્ય સેવાઓ સહિત લોકોની વિભિન્ન સાર્વજનિક સેવાઓ અંગે જાણકારી આપી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here