Tuesday, September 21, 2021
Homeરાજ્યપાલ : ધર્મના વાડાઓમાં વહેંચાઈને એકબીજા પ્રત્યે ઈર્ષા અને દ્વેષભાવ કરીએ છીએ
Array

રાજ્યપાલ : ધર્મના વાડાઓમાં વહેંચાઈને એકબીજા પ્રત્યે ઈર્ષા અને દ્વેષભાવ કરીએ છીએ

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કુંડળ ગામ ખાતે આવેલ કુંડળધામ સ્વામીનારાયણ મંદિર ખાતે આજે રવિવારે સ્વામીની પુણ્ય સ્મૃતિમાં કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં ગુજરાતના રાજ્યપાલ હાજર રહ્યા હતાં.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ બોટાદ જિલ્લાના ઐતિહાસિક યાત્રાધામ સ્વામિનારાયણ મંદિર કુંડળધામની મુલાકાત પ્રસંગે જણાવ્યું હતું કે, પરમાત્માએ આપણને સુંદર પ્રકૃતિ અર્પણ કરી છે જેનું આપણે અનાવશ્યક દોહન ન કરવું જોઈએ. જો આપણે અનાવશ્યક દોહન કરીએ છીએ ત્યારે પ્રકૃતિ નારાજ થાય છે અને તેના માઠા પરિણામો આજે આપણે જોઈ શકીએ છે. વેદ વાણી આપણને મનુષ્ય બનવાની પ્રેરણા આપે છે. આજે આપણે મનુષ્ય બનવાના બદલે ધર્મના વાડાઓમાં વહેંચાઈને એકબીજા પ્રત્યે ઈર્ષા અને દ્વેષભાવ કરીએ છીએ, જેથી વિશ્વમાં અશાંતિ ઊભી થઈ છે. સંતોના સમાજસેવા અંગેના કાર્યની પ્રશંસા કરતાં કહ્યું કે, સંતો વાદળ જેવા હોય છે, જેમ વાદળ સમુદ્રનું ખારું પાણી મીઠું બનાવે છે, તે જ રીતે સંતો પણ સમાજમાં પરોપકારની વૃત્તિ દ્વારા લોકોને શાતા આપે છે. આ પ્રસંગે કુંડળ ધામ સ્વામિનારાયણ મંદિરની પ્રવૃત્તિઓની પ્રશંશા કરતા કહ્યું કે, સંતો આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સમાજમાં મન અને આત્માને બળવાન કરી સમગ્ર વિશ્વના કલ્યાણનું કાર્ય કરી રહ્યા છે.

રાજ્યપાલ અને જ્ઞાનજીવન સ્વામીના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. રાજ્યપાલએ આ અવસરે વૃક્ષોનો મહિમા વર્ણવતા કહ્યું કે આપણા શાોમાં વૃક્ષોને દેવતા કહેવામાં આવ્યા છે જેમ દેવતા જીવન આપે છે તેમ વૃક્ષો પણ જીવનદાયી છે અને તેથી જ આપણે વૃક્ષોની પૂજા કરીએ છીએ તેમણે ઉમેર્યું કે વૃક્ષોની પૂજા દ્વારા આપણે પરમાત્માની વ્યવસ્થામાં સહયોગ આપીએ છીએ. આ પ્રસંગે રાજ્યપાલે કુંડળખાતે આવેલ કુંડલેશ્વર મહાદેવ, મુખ્ય મંદિર, દરબાર ગઢ, ઔષધવાટીકા, પ્રાકૃતિક કૃષિ, પવિત્ર ઉતાવળી નદી, જોગીવન તથા ગૌશાળાની મુલાકાત લઈ ગૌમાતાનું પૂજન કર્યું હતું. રાજ્યપાલ દ્વારા હિંદી ગ્રંથનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, કુંડળધામના જ્ઞાનદાસ સ્વામીના શિષ્ય અક્ષરનિવાસી સંત અચલસ્વરૂપદાસ સ્વામીની સ્મૃતિમાં ૧૧૦૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ તથા વિવિધ ગામોથી આવેલા હરિભક્તોને વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments