કેન્દ્ર સરકારે શીખ ફોર જસ્ટિસને UAPA હેઠળ આગામી 5 વર્ષ માટે પ્રતિબંધ લાદી દીધો છે. ગૃહ મંત્રાલયે આજે આતંકવાદી જૂથ શીખ ફોર જસ્ટિસ (SFJ) પર પ્રતિબંધને ફરીથી 10 જુલાઈ, 2024 થી પાંચ વર્ષ માટે ગેરકાયદેસર સંગઠન તરીકે જાહેર કરીને લંબાવ્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) પર લાદવામાં આવેલ પ્રતિબંધને વધુ 5 વર્ષ માટે લંબાવ્યો છે. આ પ્રતિબંધ સૌપ્રથમ 2019માં લગાવવામાં આવ્યો હતો. ભારત સરકારે SFJ ને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું છે. SFJને દેશની એકતા અને અખંડિતતા માટે ખતરો માનીને સરકારે આ પગલું ભર્યું હતું. SFJ એ કટ્ટરપંથી ખાલિસ્તાની સંગઠન છે જે પંજાબમાં અલગતાવાદી ચળવળને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યું છે.
SJF પર પ્રતિબંધ જાહેર કરતી વખતે ગૃહ મંત્રાલયની 2019ની સૂચનામાં કહેવામાં આવ્યું હતુ કે શીખ માટેના કહેવાતા જનમતની આડમાં, SFJ વાસ્તવમાં પંજાબમાં અલગતાવાદ અને ઉગ્રવાદી વિચારધારાને સમર્થન આપી રહી છે. તે વિદેશી ધરતી પર સુરક્ષિત આશ્રયસ્થાનોથી કામ કરે છે અને અન્ય દેશોમાં વિપક્ષી દળો દ્વારા સક્રિયપણે સમર્થિત છે. હાલમાં ભારતમાં પન્નુ અને SFJ વિરુદ્ધ લગભગ એક ડઝન કેસ નોંધાયેલા છે.
શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના પંજાબ રાજ્યમાં સ્વતંત્ર શીખ રાષ્ટ્ર ‘ખાલિસ્તાન’ની સ્થાપના કરવાનો છે.
આ સંસ્થાની સ્થાપના 2007માં થઈ હતી અને તેનું મુખ્યાલય અમેરિકામાં આવેલું છે.
SFJનો દાવો છે કે તેઓ શીખોના આત્મ નિર્ણયના અધિકાર માટે કામ કરી રહ્યા છે અને ઘણા દેશોમાં જનમત સંગ્રહ કરાવવાનો પ્રયાસ કર્યો છે. જેથી ખાલિસ્તાનની માગને આંતરરાષ્ટ્રીય સમર્થન મળી શકે.
SFJ ની સ્થાપના 2007 માં યુએસ સ્થિત વકીલ ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા કરવામાં આવી હતી.
ભારત પન્નુને આતંકવાદી માને છે.
ભારત સરકારે SFJ ને પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું છે.
તેના સ્થાપક અને મુખ્ય નેતાઓને રાજદ્રોહ અને આતંકવાદ સહિતના ગંભીર આરોપો લાગેલા
SFJની ઝુંબેશ અને પ્રવૃત્તિઓ ભારતમાં હિંસક અને રાષ્ટ્રવિરોધી માનવામાં આવે છે.
તેને ભારતીય સુરક્ષા અને અખંડિતતા માટે ખતરો માનવામાં આવે છે.
ભારતે તેના નેતાઓને આતંકવાદી જાહેર કર્યા છે.