વાંકાનેર : બે ST બસ વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માતઃ 5ના મોત, 40થી વધુ ઘાયલ

0
23

રાજયમાં અકસ્માતનો સિલસિલો હજુ પણ યથાવત છે. આજે (શુક્રવાર)સવારે રાજયના મોરબી જિલ્લામાં આવેલ વાંકાનેરના ખેરવા ગામ નજીક બે એસ.ટી. બસ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એસ.ટી.ના ચાલક સહિત 40થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે 5 લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ વાકાનેર તાલુકા પોલીસ અને એસ.ટી. બસના ડેપો મેજેર ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આપને જાણવી દઈએ કે આ અકસ્માત એટલો ગમખ્વાર છે કે એસ.ટી. બંને મોરાનો કચ્ચરઘાણ નકળી ગયો છે જ્યારે કૅબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવા માટે કાચ તોંડવો પડ્યો છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો પણ હાઇવે પર દોડી આવ્યો છે.

મળતી માહિતી મુજબ એક એસ.ટી. બસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હતા તેથી ઇજાગ્રસ્તોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. બેકાબુ ચાલકે સામેથી આવી રહેલી અન્ય એસ.ટી.ને ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો છે.

અકસ્માતમાં ઘવાયેલા 40થી વધુ લોકોને તાત્કાલિક ધોરણે વાકાનેર અને રાજકોટ સિવિલમાં ખસેડવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનાના પગલે જિલ્લા તંત્ર દોડતું થઈ ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here