જીપે મેડ ઈન ઈન્ડિયા રેંગલર લોન્ચ કરી, કિંમત 53.9-57.9 લાખ રૂપિયા સુધી

0
4

જીપ ઈન્ડિયાએ લોકલી એસેમ્બલ રેંગલરને ભારતીય માર્કેટમાં લોન્ચ કરી. ઓફ-રોડ કિંમત અત્યારે 53.9-57.9 લાખ રૂપિયા (ઈન્ટ્રોડક્ટરી, એક્સ-શોરૂમ) છે. તેને પહેલાની જેમ જ અનલિમિટેડ અને રૂબીકોન ટ્રિમ્સમાં રજૂ કરવામાં આવી છે, જો કે, સાથે એક નવી 80th એનિવર્સરી એડિશન પણ છે.

4th જનરેશન JL-સિરીઝ રેંગલરને મૂળ રીતે ઓગસ્ટ 2019માં એક ફૂલ ઈમ્પોર્ટ તરીકે ભારતમાં રજૂ કરવામાં આવી હતી, જો કે, સ્થાનિક એસેમ્બલ ઓપરેશને લીધે SUVની કિંમતમાં 10-12 લાખ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે.

2021 જીપ રેંગલરઃ કિંમત (એક્સ-શોરૂમ)

વેરિઅન્ટ 2021 (લોકલી એસેમ્બલ) 2020 (ફૂલી ઈમ્પોર્ટ)
અનલિમિટેડ 53.9 લાખ રૂ. 63.94 લાખ રૂ.
રૂબિકોન 57.9 લાખ રૂ. 68.94 લાખ રૂ.

2021 જીપ રેંગલર- એન્જિન ગિયરબોક્સ અને મિકેનિકલ્સ

2020 મોડેલની જેમ લોકલી એસેમ્બલ રેંગલરને માત્ર પાંચ-ડોર ડિઝાઈનમાં રજૂ કરવામાં આવી છે. એટલે સુધી કે પાવરટ્રેનમાં પણ કોઈ ફેરફાર જોવા નહીં મળે. તેમાં પહેલાની જેમ જ 2.0 લિટર, ચાર સિલિન્ડર, ટર્બો-પેટ્રોલ મોટર ઉપલબ્ધ છે, જે 268HP અને 480Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેમાં 8-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ સ્ટાન્ડર્ડ તરીકે ઉપલબ્ધ છે.

હાર્ડકોર ઓફ-રોડર હોવાથી રેંગલરને 2.72: 1 ક્રોલ રેશિયો, અને એન્ટ્રી-લેવલ અનલિમિટેડ ટ્રિમમાં હેવી ડ્યુટી સસ્પેન્શનની સાથે ‘સેલેક ટ્રેક’ ફૂલ-ટાઈમ 4WD સિસ્ટમ મળે છે. રૂબિકોન તેને કંપનીના રોક-ટ્રાક ફૂલ ટાઈમ 4WD સિસ્ટમની સાથે આગળ લઈ જાય છે, જેમાં 4:1 ક્રોલ રેશિયો, ઈલેક્ટ્રોનિકલી લોકિંગ ફ્રંટ અને રિઅર ડિફરન્શિયલ, ઈલેક્ટ્રોનિકલી ઓપરેટેડ સ્વે બાર અને પરફોર્મન્સસસ્પેન્શન મળે છે.

બંને ટ્રિમ્સને તેના અલોય વ્હીલ્સ દ્વારા પણ ઓળખી શકાય છે. અનલિમિટેડ વેરિઅન્ટમાં 18 ઈંચના અલોય છે જ્યારે વધારે ઓફ-રોડ ફોકસ્ડ રૂબિકોન વેરિઅન્ટમાં નાના આકારના વ્હીલ્સ મળે છે પરંતુ સ્પોર્ટ્સ ટાયર અને જાડી સાઈડવોલની સાથે. તે ઉપરાંત રૂબિરોનમાં હાઈ ગ્રાઉન્ડ ક્લિયરન્સ, રેમ્પ બ્રેકઓવર અને ડિપાર્ચર એંગલ પણ છે.

ખાસ કરીને લિમિટેડ એડિશન 80th એનિવર્સરી એડિશન જે 1941માં વિલી MBની સાથે બ્રાન્ડના જન્મની યાદ અપાવે છે, અનલિમિટેડ ટ્રિમ પર બેસ્ડ છે, અને આ રીતે તેના રનિંગ ગિયર અને ઈક્વિપમેન્ટ શેર કરે છે. જો કે, આ સ્પેશિયલ એડિશન રીતે પોતાને માર્ક કરવા માટે સ્ટાઈલમાં કેટલાક ફેરફાર જરૂરથી જોવા મળશે.

2021 જીપ રેંગલરઃ ફિચર્સ

મોડેલ રેન્જમાં મોટાભાગના ફિચર્સ એક સમાન છે. જેમ કે LED હેડલેમ્પ અને DRL, LED ફોગ લેમ્પ, લેધર અપહોલ્સ્ટ્રી, ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરમાં 7.0 ઈંચની કલર MID સ્ક્રીન, એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટો સપોર્ટની સાથે 8.4 ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડ્યુઅલ ઝોન ક્લાઈમેન્ટ કંટ્રોલ અને કીલેસ એન્ટ્રી/સ્ટાર્ટ જેવા ફિચર્સ છે. રેંગલર હોવાથી રિમૂવેબલ ડોર અને હાર્ડટૉપ રૂફ આપવામાં આવી છે.

સુરક્ષાની રીતે જીપના ફ્રંટ અને સાઈડ એરબેગ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, હિલ સ્ટાર્ટ અસિસ્ટ, હિલ ડિસેન્ટ કંટ્રોલ, ઈલેક્ટ્રોનિક રોલ મિટિગેશન, ઓટોમેટિક હેડલેમ્પ, ટાયર પ્રેશર મોનિટર અને રિઅર પાર્કિંગ સેન્સર અને કેમેરા જેવા ફિચર્સ ઉપલબ્ધ છે.

સ્પેશિયલ એડિશનમાં યુનિક ડિઝાઈનના અલોય વ્હીલ્સ અને ફ્રંટ ફેન્ડર પર 80th એનિવર્સરી એડિશન બેજિંગ ઉપલબ્ધ છે, સાથે કેબિનમાં સેન્ટ્રલ કન્સોલ અને ફ્રંટ સીટ છે.

લોકલી એસેમ્બલ જીપ પાંચ કલરમાં ઉપલબ્ધ છે, જેમાં બ્રાઈટ વ્હાઈટ, સ્ટિંગ ગ્રે, ગ્રેનાઈટ ક્રિસ્ટલ, બ્લેક અને ફાયરક્રેકલ રેડ સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here