સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા : APL કાર્ડ ધારકોને અનાજનું વિતરણ

0
6
લોકડાઉનના સમયમાં લોકોના ધંધા રોજગાર બંધ છે. ત્યારે સરકાર દ્વારા APL કાર્ડ ધરકોને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવાનો નિણઁય લેવાયો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કાયઁ ધારકોને વિનામુલ્યે અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. લોકડાઉનમાં ગત મહિને પણ APL કાર્ડ ધારકોને અનાજ આપવામાં આવ્યુ હતુ. જેમાં ઘઉ, ચણા, ચોખા, ખાંડ સહિતનું અનાજ તદ્દન વિનામુલ્યે અપાયુ હતુ. તેવી જ રીતે આ મહિને પણ રેશનકાડઁ દીઠ અનાજ આપવામાં આવી રહ્યુ છે.
સરકારના નિણઁયથી મધ્યમ વર્ગના લોકોને વિના મૂલ્યે આપવામાં આવતા અનાજના જથ્થાથી આ લોકડાઉનના સમયમા ખુબ જ રાહત મળી રહી છે. જયારે રેશનિંગના વેપારીઓ પણ પોતાની દુકાન પર અનાજ લેવા આવતા લોકોને સોશીયલ ડિસ્ટન્સ રાખવા તેમજ માસ્ક પહેરીને જ અનાજ લેવા આવે તેવું સૂચન કરવામાં આવે છે.
જિલ્લામાં આશરે એક લાખ નેવુ હજાર જેટલા APL કાર્ડ ધારકોને વિનામુલ્યે મળતા રેશનનો લાભ મળી રહ્યો છે. ત્યારે આ તરફ સરકાર દ્વારા પણ અપીલ કરવામાં આવેલ કે જે લોકોને જરુરીયાત ન હોય તેઓ આ અનાજનો જથ્થો અન્ય ગરીબ લોકોને અપણઁ કરી શકે છે.