કોરોના ગુજરાત : આગામી 13 એપ્રિલ 2020થી રાજ્યના AP-1 એવા 60 લાખ કાર્ડધારકોને વિના મૂલ્યે અનાજ વિતરણ કરાશે

0
9
  • અમદાવાદમાં દાણીલીમડાનો સફી મંજિલ વિસ્તાર કોરોનાનું એપી સેન્ટર, એક વ્યક્તિનો ચેપ 30ને લાગ્યો
  • રાજકોટના જંગલેશ્વરમાં વધુ પાંચ પોઝિટિવ કેસ નોંધાયા
  • રાજકોટમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા

ગાંધીનગર. 13 એપ્રિલથી 17 એપ્રિલ એમ પાંચ દિવસમાં આ અનાજ વિતરણ પૂર્ણ કરવામાં આવશે.મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ તાજેતરમાં  AP-1 કાર્ડ ધરાવતા 60 લાખ પરિવારોના અંદાજે 2.50થી 3 કરોડ લોકોને એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે અનાજ આપવાની જાહેરાત કરી હતી તે નિર્ણયને પગલે આવા કાર્ડ ધારકોને કુટુંબ દીઠ 10 કિલો ઘઉં 3 કિલો ચોખા 1 કિલો દાળ કિલો ખાંડ અને 1 કિલો મીઠાનું વિતરણ કરવામાં આવશે.

રાજ્યમાં ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં 54 નવા કેસ

રાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, હોટસ્પોટ વિસ્તારોમાં ઘરે-ઘરે જઇને ચકાસણી અને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં હોવાથી પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં 54 નવા કેસ નોંધાયા છે અને 2ના મૃત્યુ થયા છે જ્યારે 4 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.અમદાવાદમા આરોગ્ય વિભાગના એક ડૉક્ટરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 316 થયા છે અને કુલ મૃત્યાંક 19 થયો છે. રાજ્યમાં દર્દીઓની સંખ્યા હજુ વધશે. ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં અમદાવાદમાં નવા 11 કેસ, વડોદરામાં 25, રાજકોટમાં 5, ભરૂચમાં 4, ભાવનગરમાં 4, પાટણમાં 2, કચ્છમાં 2 અને ગાંધીનગરમાં એક નવો કેસ નોંધાયો છે.

ગુજરાતમાં કુલ 316 પોઝિટિવ કેસ, 19ના મોત

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 153 07 09
વડોદરા 47 02 06
સુરત 24 04 05
ભાવનગર 22 02 02
રાજકોટ 18 00 04
ગાંધીનગર 14 01 03
પાટણ 14 01 00
કચ્છ 04 00 00
ભરૂચ 04 00 00
પોરબંદર 03 00 01
ગીર-સોમનાથ 02 00 00
મહેસાણા 02 00 00
છોટાઉદેપુર 02 00 00
આણંદ 02 00 00
મોરબી 01 00 00
પંચમહાલ 01 01 00
જામનગર 01 01 00
સાબરકાંઠા 01 00 00
દાહોદ 01 00 00
કુલ આંકડો 316 19 30

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here