Saturday, September 18, 2021
Homeસુરતમાં અનાજ કૌભાંડ : 45 રેશનિંગના દુકાનદારોએ યુઝર ID વેચી દેતા કરોડોનું...
Array

સુરતમાં અનાજ કૌભાંડ : 45 રેશનિંગના દુકાનદારોએ યુઝર ID વેચી દેતા કરોડોનું અનાજ ગાયબ

અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડની તપાસનો રેલો છેક સુરત સુધી પહોંચ્યો છે. સુરતની 45 જેટલી રેશનિંગની દુકાન પરથી યુઝર આઇ ડી જ વેચી દેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે સુરતમાંથી 52 લાખની કિંમતના ઘઉં અને 44 લાખની કિંમતના ચોખા સગેવગે થયા હોવાનો અંદાજ માંડી તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી હતી

અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં સુરતના સરકારી અનાજની દુકાના ધરાવનારા કેટલાક રાજસ્થાની પરવાનાદારની શંકાના અધારે પુછપરછ પણ કરવામાં આવી રહી છે. સરકારી અનાજને સગેવગે કરવાના કરોડોના આ કૌભાંડમાં સુરતની 45 જેટલી રેશનિંગની દુકાનો પરથી યુઝર આઇ ડી વેચવામાં આવી હોવાનું ફલિત થતા આ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

કયા કયા વિસ્તારમાંથી અનાજ ચોરી થઈ?

મહુવા તાલકામાં 1, ચોકમાં 7, રાંદેર ઝોનમાં 11, કતારગામ ઝોનમાં 17, કામરેજમાં 6, અને પુણા ઝોનમાં 2 તેમજ વરાછા ઝોનમાં 1 દુકાનમાં યુઝર આઇડી અને ડેટા ચોરી થઇ છે. એક અંદાજ મુજબ સુરત શહેરની દુકાનોમાથી રૂ.52 લાખની કિંમતના ઘઉ, રૂ.44 લાખની કિંમતના ચોખા અને કરોડોની ખાંડ સગેવગે થઇ ગઇ હોવાની તપાસ શરૂ કરવામાં આવી છે.

તમામ પર કાર્યવાહી કરવામાં આવશે

પુરવઠા વિભાગનું મોટું કૌભાંડ બહાર આવતા હરકતમાં આવેલા જિલ્લા કલેકટર આયુષ ઓકે સુરત જિલ્લાના રેશનિંગની દુકાનની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ મામલે પુરવઠા અધિકારી અ્ને ઝોનલ અધિકારી સહિતની ટીમ બનાવીને રેશનિંગની દુકાનોની તપાસ શરૂ કરી સરકારી અનાજ સગેવગે કરનારની માહિતી મેળવી આવા પરવાનેદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઝોનલ ઓફિસમાં કોન્ટ્રાકટ કર્મીનું રાજ

સુરત શહેર સહિત રાજ્યમાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ અગાઉ પર પકડાયું હતું. જોકે, ત્યારબાદ પુરવઠા વિભાગની ઝોનલ ઓફિસમાં મહત્વની જવાબદારી આઉટ સોર્સિંગના કર્મચારીઓને આપવામાં આવી રહી છે. જેના કારણે કૌભાંડ વધી રહ્યા છે. આવા કર્મચારીઓની પરવાનગીથી જ રાજસ્થાની પરવાનેદારો સરકારી અનાજ વેચવાનો ગોરખધંધો ખુલ્લે આમ કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments