કોરોના :પંચાયતની હકારાત્મક કામગીરી, ગ્રામ પંચાયતે ગામમાં બનાવી ચોકી…    

0
50

લાખણી : સમગ્ર વિશ્વ સહિત ભારત દેશ કોરોના નામના વાયરસથી તોબા પોકારી રહ્યો છે અને આ કોરોના નામનો વાયરસ સંક્રમણ થી વધુ ફેલાતો હોવાથી દેશના લોકોને આ કોરોના ની મહામારીથી બચાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરેલ છે ત્યારે લોકો શહેરો તરફથી ગામડા તરફ પ્રયાણ કર્યું છે અને લોકડાઉન હોવા છતાં લોકો આવી રહ્યા છે વળી પોતે તંદુરસ્ત હોવાના આત્મવિશ્વાસ સાથે કોઈપણ પ્રકારના રિપોર્ટ પણ કરાવતા નથી અને જેના કારણે ગામડાઓમાં કોરોના ની મહામારી ઉભી થશે તેવી સંભાવના જસરા ના સરપંચ મહેશભાઈ દવેને દેખાઈ રહી હોવાની આશંકા વ્યક્ત કરી છે.

ત્યારે તેમણે પોતાના ગામને આ કોરોનાની મહામારી થી બચાવવા માટે ગામમાં ગામલોકોની મદદથી ચોકી ચાલુ કરી છે અને જેમાં બહારથી આવતા તમામ લોકોની નોંધણી કરવામાં આવે છે જે લોકો અમદાવાદ સુરત કે અન્ય જગ્યાએ થી ગામમાં પોતાના ઘરે આવ્યા છે તેમને હોમ કોરોન્ટાઇન રહેવા સમજાવવામાં આવે છે તેમ છતાં કોઈ ન સમજે તો તંત્રને સાથે રાખીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એવું જણાવ્યું છે આ કરવા પાછળ નો મુખ્ય હેતુ એ છે કે આ કોરોના નામનો વાયરસ એકબીજાના સંક્રમણ થી બહુ ઝડપી ફેલાય છે અને એકવાર ફેલાઇ ગયા પછી તેને કવર કરવો ખૂબ મુશ્કેલ કામ છે પછી સરકાર તો શું પણ ભગવાન પણ લોકોને બચાવી નહિ શકે માટે ગામ લોકોની સુખાકારી માટે અમે ગ્રામ પંચાયત દ્વારા આ ચોકી ચાલુ કરી છે અને જેમાં પોલીસ અને આરોગ્ય વિભાગનો સહકાર મળી રહેતો હોવાનું ગામના યુવાન અને ઉત્સાહી સરપંચ મહેશભાઈ દવે એ જણાવ્યું હતું.

તેમની આ હકારાત્મક અભિગમ સાથેની લોકઉપયોગી કામગીરી ની ચોતરફ પ્રશંશા થઈ રહી છે અને ખરેખર દરેક ગ્રામ પંચાયત  સક્રિય બનીને આ કોરોના નામની મહામારી સામે લડવું જોઈએ આ જવાબદારી માત્ર સરકારની નથી પણ આપણી સૌની છે એમ સમજીને કામ કરવું જોઈએ તો જ આપણે આ જંગ જીતી શકીશું બાકી હાથ ઉપર હાથ રાખીને બેસી રહેવાથી કંઈ જ નહીં મળે એના માટે લોકોને સમજાવો અને લોકો ઘરમાં જ રહે ગામમાં સેનેટરાઇજ નો છટકાવ કરો લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરવા જોઈએ…..

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here