રામમંદિર ભૂમિપૂજનનો ભવ્ય અવસર: ગુજરાતમાં દિવાળી જેવો માહોલ

0
5

અમદાવાદ, તા. 5 ઓગસ્ટ 2020 બુધવાર

રામમંદિર ભૂમિપૂજનનો ભવ્ય અવસર છે. ગુજરાતમાં પણ ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. મહેસાણાના દુલ્હનની જેમ સજાવાયુ છે તો વડોદરામાં લાડુનો પ્રસાદ વહેંચી ખુશીઓ મનાવાઈ રહી છે.

આજે રામમંદિરના ભૂમિપૂજનના પાવન અવસરે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. અવધમાં જ નહીં દેશભરમાં દિવાળી જેવા માહોલ છે. ત્યારે વડોદરા કરડ બજારના વેપારીઓએ પણ અવસરની ઉજવણી કરી રહ્યાં છે. વેપારીઓ 1100 લાડુનું વિતરણ કરીને ઉત્સવ મનાવશે.

લોકોનું લાડુ ખવડાવી મોં મીઠુ કરીને મંદિર નિર્માણની ખુશીને આ રીતે વ્યક્ત કરશે.અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ થવા જઇ રહ્યો છે. ત્યારે ગુજરાતના સાધુ સંતો અયોધ્યા પહોંચ્યા છે.

રામ જન્મભૂમિ કાર્યક્રમના ભવ્ય કાર્યક્રમમાં આ સંતો હાજર થયા છે. જેમાં અવિચલ દાસજી, પરમાત્માનંદજી, કૃષ્ણમનીજી મહારાજ અયોધ્યા પહોચ્યા છે તેમજ શંભુપ્રસાદ ટુંડીયા, મહંત સ્વામીજી મહારાજ પહોચ્યા અયોધ્યા છે અને આ ઉપરાંત જોઇએ તો માધવપ્રિયદાસજી, અખિલેશ્વરદાસજી પણ અયોધ્યા પહોંચ્યા છે. ગુજરાતના આ સંતો સરયૂ નદીના દિપોત્સવમાં સહભાગી થયા છે.

મહેસાણા જિલ્લાનું ભાજપ કાર્યાલય રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. રામમંદિર નિર્માણના ભૂમિ પૂજનને લઈ રોશની શણગારવામાં આવી છે. ભાજપનો ઉદય મહેસાણાથી શરૂ થયો હતો.

દેશમાં પ્રથમ 2 બેઠકોમાં મહેસાણા લોકસભા બેઠક ભાજપ જીત્યું હતું. રામ મંદિરની કાર સેવામાં પણ મહેસાણા જિલ્લાનો ફાળો વિશેષ છે. આથી આ ભાજપ કાર્યાલયે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રામમંદિરના નિર્માણની ખુશીમાં આ રોશની કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here