PNBના ગ્રાહકો માટે મોટી ખબર! એક બેન્ક એકાઉન્ટ પરથી લઇ શકો છો 3 ડેબિટ કાર્ડ

0
4

દેશની તમામ બેંકો એક જ ખાતા પર તેમના ગ્રાહકોને સમાન એટીએમ-ડેબિટ કાર્ડ (ATM/Debit Card) પ્રદાન કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો, જો ડેબિટ કાર્ડ એક જ બેંક ખાતા સાથે લિંક હોય છે. પંજાબ નેશનલ બેંકે આ સિસ્ટમને સંપૂર્ણપણે બદલવાનો નિર્ણય લીધો છે. પીએનબીની ઓફિશિયલ વેબસાઇટ પર, ‘એડઓન કાર્ડ’ અને ‘એડઓન એકાઉન્ટ’ નામની બે સુવિધાઓ વિશેની માહિતી ગ્રાહકોને આપવામાં આવી છે. આ સુવિધાઓ હેઠળ, ગ્રાહકો એક ડેબિટ કાર્ડ સાથે ત્રણ જુદા જુદા બેંક ખાતાઓને લિંક કરી શકે છે. જ્યારે એક બેંક એકાઉન્ટ પર ત્રણ ડેબિટ કાર્ડ પણ લઈ શકાય છે.

પીએનબીના જણાવ્યા અનુસાર,ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલી એડઓન કાર્ડ ફેસેલિટી હેઠળ એક બેન્ક એકાઉન્ટ પર ત્રણ ડેબિટ કાર્ડ લઇ શકે છે. જ્યારે એડઓન એકાઉન્ટ ફેસેલિટી હેઠળ એક ડેબિટ કાર્ડથી ત્રણ એકાઉન્ટ લિંક કરાવી શકાય છે. એડ ઓન કાર્ડ ફેસેલિટી હેઠળ ગ્રાહક તેના બેન્ક એકાઉન્ટ પર તેના માટે જારી થનારા ડેબિટ કાર્ડ સિવાય પરિવારના સદસ્યો માટે 2 એડઓન કાર્ડ લઇ શકે છે. તેમા માત્ર માતા-પિતા, પતિ-પત્ની કે બાળકો સામેલ કરવામાં આવશે આ દરેક કાર્ડની મદદથી મેન એકાઉન્ટથી ઉપાડ કરી શકાશે.

એક ડેબિટ કાર્ડથી ત્રણ બેન્ક એકાઉન્ટ લિંક કરાવવાની સુવિધા મર્યાદિત છે. આ સુવિધા અંતર્ગત, કાર્ડ જારી કરતી વખતે ફક્ત ત્રણ બેંક એકાઉન્ટ્સ કાર્ડ પર લિંક કરી શકાય છે. તેમાંથી એક મુખ્ય ખાતું હશે અને બે અન્ય ખાતા હશે. પીએનબીની સત્તાવાર વેબસાઇટ મુજબ ડેબિટ કાર્ડ દ્વારા આ ત્રણમાંથી કોઈપણ ખાતામાંથી ટ્રાન્ઝેક્શન થઈ શકે છે. જો કે, આ સુવિધા ફક્ત પીએનબી એટીએમ પર જ મળશે. કોઇ બીજી બેન્કના એટીએમ ઉપયોગ કરવા પર મેન એકાઉન્ટથી જ ટ્રાન્જેક્શન થશે. જ્યારે બેન્ક એકાઉન્ટ પીએનબીની કોઇપણ સીબીએસ બ્રાન્ચ હોય શકે છે. પરંતુ ત્રણ એકાઉન્ટ એક જ વ્યક્તિના નામ પર હોવા જોઇએ.