Sunday, October 24, 2021
Homeશેરબજારની શાનદાર શરૂઆત, સેન્સેક્સમાં 330 પોઇન્ટ તો નિફ્ટી 10,870ની સપાટી પર
Array

શેરબજારની શાનદાર શરૂઆત, સેન્સેક્સમાં 330 પોઇન્ટ તો નિફ્ટી 10,870ની સપાટી પર

શેરબજારમાં આજે ખુલતાની સાથે જ શાનદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટીની શરૂઆત જોરદાર તેજી સાથે થઈ છે. સેન્સેક્સમાં 360 પોઇન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે. દિગ્ગજ શેરોની સાથે સાથે મિડકેપ શેરોએ પણ જોર પકડ્યું છે. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 0.97 ટકાના સ્તરે કારોબાર કરી રહ્યો છે.

સ્મોલકેપ શેરોમાં સારી ખરીદી જોવા મળી રહી છે. બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ 0.42 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. આજે ઓઇલ-ગેસ શેરોમાં પણ તેજી જોવા મળી રહી છે. બીએસઈ ઓઇલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 0.88 ટકાનો સુધારો નોંધાવી રહ્યો છે.

હાલમાં બીએસઈનો 30 શેરો વાળો સેન્સેક્સ 330 પોઇન્ટ એટલે કે 0.90%ની મજબૂતી સાથે 36,925ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ, એનએસઈનો 50 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી લગભગ 99 અંક એટલે કે 0.92 ટકાના વધારા સાથે 10,870 ની આસપાસ કારોબાર કરી રહ્યા છે.

SGX NIFTYમાં 50 પોઇન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે. શુક્રવારે કોરાના ટ્રીટમેન્ટને લગતા સકારાત્મક સમાચારોથી યુએસ બજારોમાં તેજી જોવા મળી હતી. શુક્રવારના કારોબારમાં DOW 370 પોઇન્ટે બંધ રહ્યો હતો. NASDAQ રેકોર્ડ ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments