ગુજરાત ATSને મોટી સફળતા, 10 વર્ષથી ફરાર સિરીયલ કિલર ઝડપાયો

0
10
  • ગુજરાત ATSને મળી મોટી સફળતા
  • 10 વર્ષથી ફરાર ખૂંખાર સિરીયલ કિલરની ધરપકડ
  • બેરહેમીથી નિર્દોષ લોકોની કરતો હતો હત્યા

ગુજરાત ATSએ છેલ્લા દસ વર્ષથી ફરાર ખુંખાર સિરીયલ કિલરની ધરપકડ કરી છે. ATSએ સુરતમાથી સિરીયલ કિલરની ધરપકડ કરી છે. ધરપકડ બાદ 5 જેટલી હત્યાઓનો ભેદ ઉકેલાયો છે. મળતી વિગત મુજબ આ સીરિયલ કિલર બેરહેમીથી લોકોની હત્યા કરતો હતો. તે નિર્દોષ લોકોના હાથ-પગ બાંધી પાણીમાં નાંખી હત્યા કરી નાંખતો હતો.

ખૂંખાર સિરીયલ કિલર છેલ્લા 10 વર્ષથી ફરાર હતો, અને તેને અત્યાર સુધી 5 જેટલી હત્યાને અંજામ આપ્યો હોવાની માહિતી એટીએસ પોલીસને મળી રહી છે. આજે એટીએસ વિભાગને સુરતથી આ ખૂંખાર સિરીયલ કિલર મળી આવ્યો હતો અને છટકું ગોઠવીને તેની ધરપકડ કરી હતી.

ગુજરાત એટીએસે સિરિયલ કિલરની ધરપકડ કરતા તંત્ર સહિત લોકોને પણ હાશકારો થયો છે. ગુજરાતભરમાં આ સિરીયલ કિલરે 5 હત્યા કરી હોવાનુ સામે આવ્યુ છે. તે નિર્દોષ લોકોના હાથ પગ બાંધી પાણીમા નાખી દેતા હતો અને ત્યારબાદ બેરહેમીથી તેની હત્યા કરતો હતો. ગુજરાત એટીએસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here