શાનદાર સ્પોર્ટ્સ બાઈક: એક ચાર્જમાં 150 કિમી ચાલશે અને મોબાઈલથી ફીચર્સ થશે ઓપરેટ

0
13

ઓટો એક્સપો 2020માં સૌથી વધુ ઈલેક્ટ્રિક વાહનોની બોલબાલા રહી છે. આ એક્સપોમાં દુનિયાભરની વાહન ઉત્પાદક કંપનીઓએ પોતાના ઈલેક્ટ્રિક વાહનો રજૂ કર્યા છે. જેમાં ગુરૂગ્રામ બેસ્ડ સ્ટાર્ટ Evolet Hawk લોન્ચ કરવામાં આવી છે. એકદમ આકર્ષક લુક અને દમદાર ઈલેક્ટ્રિક મોટરથી સજ્જ આ સ્પોર્ટ બાઈકમાં કંપનીએ અત્યાધુનિક ફીચર્સ સામેલ કર્યા છે.

  • સ્પોર્ટ બાઈકના ચાહકો માટે લોન્ચ થઈ ઈલેક્ટ્રિક બાઈક
  • અત્યાધુનિક ફીચર્સથી સજ્જ છે બાઈક
  • મોબાઈલ એપથી એક્સેસ કરી શકાશે ફીચર્સ

Evolet Hawkમાં કંપનીએ પ્રોજેક્ટર હેડલેન્પ, કમ્પલીટ ડિજિટલ ઈન્સ્ટ્રૂમેન્ટ કંસોલ, ટેલેસ્કોપિક ફોર્ક, મોનોશોક સસ્પેન્શનનો પ્રયોગ કર્યો છે. આ સિવાય તેના વ્હીલમાં ટ્વિન ડિસ્ક અને સિંગલ ડિસ્કનો ઉપયોગ કરાયો છે. બંને ભાગમાં કંપનીએ 17 ઈંચનું એલોય વ્હીલ આપ્યું છે. જેમાં ટ્યૂબલેસ ટાયરનો ઉપયોગ કરાયો છે.

ડ્રાઈવિંગ રેન્જ

કંપનીએ આ બાઈકમાં 3kwની ક્ષમતાની ઈલેક્ટ્રિક મોટર અને 72 V/40 Ahની ક્ષમતાની બેટરી પેકનો ઉપયોગ કર્યો છે. આ બાઈક સિંગલ ચાર્જમાં 150 કિમીનું અંતર કાપશે. આ સિવાય બાઈકની ટોપ સ્પીડ 120 કિમી પ્રતિકલાક છે. આ બાઈક ફુલ ચાર્જ થવા માટે લગભગ 5 કલાક લાગે છે.

આટલી હશે બાઈકની કિંમત

આ બાઈક માટે કંપનીએ એક મોબાઈલ એપ તૈયાર કરી છે. જેની મદદથી તમે બાઈકના ઘણાં ફીચર્સને અપડેટ કરી શકો છો. અત્યારે કંપનીએ આ બાઈકને માત્ર એક્સપોમાં રજૂ કરી છે. જ્યારે આ બાઈકનું વેચાણ જૂન 2020માં શરૂ થશે. આ બાઈકની કિંમતને લઈને હાલ કંઈપણ કહી ન શકાય. પણ એવું કહેવાય છે કે આ બાઈક 1 લાખથી 1.25 લાખ રૂપિયાની વચ્ચે આવશે. આ મોટર કંપનીએ તેના નવા ઈલેક્ટ્રિક સ્કૂટર Raptor Scooterને પણ રજૂ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here