પ્રાંતિજ : વ્હોરા મુસ્લીમ સમાજ બીસ મીલ્લા લંગર  કમીટી દ્વારા કરીયાણાની કીટોનું વિતરણ કરવામાં આવ્યું.

0
6
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે  વ્હોરા મુસ્લીમ સમાજ બીસ મીલ્લા લગર કમીટી દ્વારા હિન્દુ-મુસ્લીમ ગરીબ પરિવારોને કરીયાણા ની  કિટ નું વિતરણ કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે પ્રાંતિજ પીઆઇ એમ.ડી.ચંપાવત ઉપસ્થિત રહીને શુભકાર્ય ની શરૂઆત કરવામાં આવી હતી.
 હિન્દુ-મુસ્લીમ ગરીબ પરિવારો ને કિટનું વિતરણ કરવામાં આવ્યું 
 પ્રાંતિજ પીઆઈ એમ.ડી ચંપાવત પણ ઉપસ્થિત રહ્યાં  
 કમીટી ના સભ્યો પણ ઉપસ્થિત રહ્યાં.  
 હિન્દુ-મુસ્લીમ એકતા નું પ્રતિક જોવા મળ્યું.  
કોરોના વાઇરસના કારણે સરકાર દ્વારા ગુજરાત સહિત દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે લોકો ધંધો રોજગાર બંધ રહેતા રોજબરોજનું કમાઈને ખાતા ગરીબ પરિવારોને હાલ 2 ટાઈમના ભોજન માટે મુશ્કેલીઓ ઉભી થતાં આવા પરિવારોના વાહરે સરકાર સહિત વિવિધ સંસ્થાઓ આવી રહી છે.
વિઝન
ત્યારે પ્રાંતિજ ખાતે પણ વ્હોરવાડ ખાતે વ્હોરા મુસ્લીમ સમાજ બીસ મીલ્લા લગર કમીટી દ્વારા હિન્દુ-મુસ્લીમ ગરીબ પરિવારોને કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાંતિજ પીઆઇ એમ.ડી.ચંપાવત ઉપસ્થિત રહીને તેઓએ આ ભગીરથ કાર્યનો શુભ આરંભ કરાવ્યો હતો અને વ્હોરા મુસ્લીમ સમાજ બીસ મીલ્લા લગર કમીટીના પ્રમુખ સભ્યોને શુભેચ્છાઓ શુભકામના પાઠવી હતી અને આવા કપરા સમયમાં મુસ્લીમ સમાજના ગરીબ પરીવારો સહિત હિન્દુ ગરીબ પરિવારોને પણ કરીયાણાની કીટ અપાતા દેશ હિત અને દેશની સાથે રહીને ખડેપગે રહી પોતાની સેવાઓ પુરી પાડતા તેઓને બિરદાવ્યા હતાં. તો મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુ-મુસ્લીમ ગરીબ પરિવારોને કરીયાણાની કીટો આપવામાં આવતા ગરીબ પરીવારોના ચહેરા ઉપર સ્મિતની સાથે ખુશી જોવા મળી હતી. તો અહી હિન્દુ મુસ્લીમ એકતાનું પણ પ્રતિક જોવા મળ્યું હતું.
રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here