Monday, October 18, 2021
Homeસરકારે કોવિડ-19ની અસરને પહોંચી વળવા 2020-21 માટે ગ્રોસ માર્કેટ બોરોઇંગનો ટાર્ગેટ વધારી...
Array

સરકારે કોવિડ-19ની અસરને પહોંચી વળવા 2020-21 માટે ગ્રોસ માર્કેટ બોરોઇંગનો ટાર્ગેટ વધારી રૂ. 12 લાખ કરોડ કર્યો

મુંબઈ. કોવિડ-19 રોગચાળાના આંચકાને દૂર કરવા માટે, સરકારે નાણાકીય વર્ષ 2020-21માં બજારમાંથી વધારે લોન લેવાનું નક્કી કર્યું છે. સરકારે ફેબ્રુઆરીમાં બજેટમાં ગ્રોસ માર્કેટ બોરોઇંગનો ટાર્ગેટ રૂ. 7.8 લાખ કરોડના નક્કી કર્યો હતો જે હવે વધારીને રૂ. 12 લાખ કરોડ કરવામાં આવ્યો છે. ભારત સરકાર અને રિઝર્વ બેંકે બે અલગ અલગ નિવેદનોમાં જણાવ્યું હતું કે કોરોના રોગચાળાને કારણે વધારે લોન લેવી પડે તે જરૂરી બન્યું છે.

ગિલ્ટ્સ દ્વારા સરકાર 6 લાખ કરોડ ઉધાર લેશે
વર્ષ માટે કુલ ઉધાર એટલે કે બોરોઇંગ વધારાની સાથે, નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનાની બાકીની રકમ માટે પણ ઉધાર કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. સુધારેલા કેલેન્ડર મુજબ સરકાર વર્ષના પહેલા 6 મહિનાના બાકીના ભાગમાંથી ગિલ્ટ્સ દ્વારા બજારમાંથી રૂ. 6 લાખ કરોડ ઉધાર લેશે. દરેક સાપ્તાહિક હરાજી માટે હરાજીનું કદ 11 મેના અઠવાડિયાથી વધીને રૂ. 30,000 કરોડ થઇ જશે.

સરકાર એપ્રિલ-સપ્ટેમ્બરમાં આક્રમક લોન લેશે

ભારત છેલ્લા આઠ અઠવાડિયાથી લોકડાઉનમાંથી પસાર થઈ રહ્યું છે, જેનાથી મોટા પાયે આર્થિક નુકસાન થયું છે. મૂડીઝે આ વર્ષે દેશ માટે 0% વૃદ્ધિની આગાહી કરી છે. માર્ચમાં, આર્થિક બાબતોના સચિવ અતાનુ ચક્રવર્તીએ કહ્યું હતું કે, કોરોનની અસરને ઘટાડા માટે સરકાર એપ્રિલ-સપ્ટેમ્બરના ગાળામાં ધારણા કરતા વધુ આક્રમક રીતે લોન લેવાની યોજના ધરાવે છે. ચક્રવર્તીએ કહ્યું હતું કે, ઉદ્યોગોના પુનરુત્થાન અને રિકવરી માટે સરકાર જે કાંઈ પણ જરૂરી હશે તે કરશે.

નાણાકીય ખાધ સુધારવી પડશે

નાણામંત્રી નિર્મલા સીતારામને 2020-21ના બજેટમાં નવા નાણાકીય વર્ષમાં રૂ. 7.8 લાખ કરોડ કુલ ઉધાર લેવાનો અંદાજ મુક્યો હતો, જે 2019-20ના અંદાજિત રૂ. 7.1 લાખ કરોડથી વધુ છે. ઉધારના અંદાજમાં વધારા સાથે સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં તેના નાણાકીય ખાધના 3.5%ના લક્ષ્યાંકના અનુમાનમાં પણ સુધારો કરવો પડશે.

જીડીપી ખરાબ રીતેપ્રભાવિત, રાહત પેકેજની રાહ

આ વખતે સરકારે બજેટ ગેપ, નાણાકીય ખાધ અને જીડીપી વૃદ્ધિ પર ઘણું બધુ કરવું પડશે કેમ કે આ બધું કોવિડ -19થી ખરાબ રીતે પ્રભાવિત છે. એટલું જ નહીં, તમામ રેટિંગ એજન્સીઓએ આ વર્ષના જીડીપી વૃદ્ધિ દરને શૂન્ય બનાવ્યો છે. સરકારે અત્યાર સુધીમાં માત્ર એક વાર રૂ. 1.70 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી છે. જો તેને વધુ પેકેજો જારી કરવા પડે તો સરકારે વધુ ઉધાર લેવાની જરૂર રહેશે. તેમ છતાં સરકાર તરફથી અન્ય મોટા પેકેજની અપેક્ષા રાખવામાં આવી છે, તે હજુ જાહેર થયું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments