ખેડૂતો આજે તમને એવી ખેતીની વાત કરવી છે જેને કરીને તમે પોતાનું જ નહીં પણ આવનારી ત્રણ-ત્રણ પેઢીનું જીવન સુખ સાહેબીથી ભરી શકો છો. સાવ રેતાણ પ્રદેશમાં પણ આ ખેતી કરીને વર્ષે 15 લાખ સુધી કમાણી કરી શકાય છે.
એક સમય હતો જ્યારે લોકો ખેતીના કામને વધુ નફાનો સોદો માનતા ન હતા. લોકોની એવી છાપ હતી કે ખેતીમાં મહેનત વધુ થાય છે અને નફો ઓછો મળે છે, પરંતુ હવે સમય બદલાયો છે, છેલ્લા એક દાયકામાં લાખો લોકોએ ખેતીના ધંધામાં હાથ અજમાવીને સારા એવા પૈસા કમાયા છે. ખાસ કરીને, વિવિધ પ્રકારના પાકની ખેતી કરીને. લોકો માને છે કે ઘઉં, ચણા, ચોખા અને કઠોળ સહિતના મહત્વપૂર્ણ પાકોની ખેતી કરવામાં આવે છે. પરંતુ, એવું નથી, ખેતી એ એક એવો વ્યવસાય છે જેમાં વિવિધ પ્રકારના પાક ઉગાડવામાં આવે છે. અમે તમને એક એવા પાકની ખેતી વિશે જણાવી રહ્યા છીએ જેને વધારે પાણીની પણ જરૂર નથી પડતી અને ન તો ફળદ્રુપ જમીન.
આ સીડ પ્લાન્ટની કિંમત 500 રૂપિયા પ્રતિ કિલો હોવાનું કહેવાય છે. સાથે જ તેના પ્લાન્ટની કિંમત માત્ર 15થી 30 રૂપિયા છે. પરંતુ, જોજોબાના બીજમાંથી કાઢવામાં આવેલું તેલ 7000 પ્રતિ લિટર વેચાય છે. તેનાથી પણ વિશેષ વાત એ છે કે આ છોડ એકવાર મૂળ લે તો તે 100 થી 200 વર્ષ સુધી ફળ આપે છે. ચાલો અમે તમને જણાવીએ કે તેની ખેતી કેવી રીતે કરી શકાય?
જોજોબાની ખેતી કેવી રીતે કરવીઃ જોજોબા એ એક ઝાડવું અથવા નાનું ઝાડ છે જેમાં ઘણી દાંડી હોય છે જે શુષ્ક ભાગોમાં ઉગે છે. તે 8 થી 19 ફૂટ ઉંચા વધે છે. સૌથી મહત્વની વાત એ છે કે જોજોબાની ખેતી કરવા માટે વધારે મહેનત કરવાની જરૂર નથી. ગરમ અને સૂકી આબોહવામાં તેની ખેતી સરળતાથી કરી શકાય છે. જોજોબા છોડ ઓછી સિંચાઈ સાથે સરળતાથી ઉગે છે. રેતાળ જમીનમાં જોજોબાના છોડ ઉગાડવા સૌથી સરળ છે, તેમાં ખાતરની જરૂર પડતી નથી. જોજોબાની ખેતી પાણીની અછતવાળા સૂકા વિસ્તારો માટે અમૃત જેવી છે.
જોજોબા પ્લાન્ટનો ઉપયોગ મૂળભૂત રીતે સૌંદર્ય પ્રસાધન સામગ્રી અને ચામડીના રોગોથી સંબંધિત દવાઓ બનાવવામાં થાય છે. જોજોબાના બીજમાંથી કાઢવામાં આવેલા તેલમાં મીણના એસ્ટર હોય છે, જેનો ઉપયોગ ત્વચાના મોઇશ્ચરાઇઝર, બોડી લોશન શેમ્પૂ અને હેર ઓઇલ વગેરે માટે થાય છે.
છોડની ઉંમર 100 વર્ષથી વધુઃ દુનિયામાં જોજોબાની ઘણી ડિમાન્ડ છે એટલે આ પાકના ભાવ પણ સારા છે. 20 કિલો જોજોબાના બીજમાંથી 10 કિલો તેલ મળે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ જોજોબાના છોડની ઉંમર 100 વર્ષથી વધુ છે એટલે કે એક વાર વાવેતર કર્યા બાદ તેને એક સદી સુધી ફળ મળે છે.
જોજોબાની ખેતીનો ઇતિહાસ એરિઝોના, કેલિફોર્નિયા અને મેક્સિકો અને અમેરિકાના મોજાવે રણ સાથે સંકળાયેલો છે. જો કે ભારતમાં જોજોબાની ખેતી મુખ્યત્વે રાજસ્થાનના સૂકા પ્રદેશોમાં કરવામાં આવે છે. જો કે કૃષિ વિશેષજ્ઞોનું માનીએ તો પંજાબ, હરિયાણા, ઓડિશા સહિત કેટલાક અન્ય રાજ્યોમાં જોજોબાની ખેતી કરીને સરળતાથી કમાણી કરી શકાય છે.
1 એકર જોજોબાની ખેતીમાં 5 ક્વિંટલ સીડ નીકળે છે. આ પાંચ ક્વિંટલ સીડમાંથી 250 લીટર તેલ નીકળી શકે છે. હોલસેલમાં 1 લીટર તેલની કિંમત રુ. 7000 છે. આ હિસાબે 250 લીટરના ખેડૂતને 17,50,000 રુપિયા મળી શકે છે. આ રીતે એક એકરમાં જોજોબાની ખેતીથી ખેડૂત વર્ષે લાખોની કમાણી કરી શકે છે. રાજસ્થાનના હનુમાનગઢના ખેડૂતો આ કરીને દેખાડ્યું છે.
(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલ ખેતીને લગતી જાણકારી ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ અને નિષ્ણાતોનું માર્ગદર્શન જરુર લો.)