દહેગામ : શહેર ના બજારોમાં વધતી ભીડના કારણે નગરપાલિકા તંત્રના અધિકારીઓ અને પોલીસતંત્ર દોડતું થયું

0
0

દુકાનદારો અને નાગરિકો ની બેદરકારીના લીધે લોકડાઉન ફરી કડક બને તેવું દેખાય છે.
દહેગામ શહેરમાં વાહનચાલકો ગમે ત્યાં વાહન મૂકીને ચાલ્યા જાય છે.
દુકાનદારો કમાવાની લાઈ માં દુકાનો આગળ ભીડ ઓછી કરતા નથી.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં ઓડ ઈવન પ્રમાણે દુકાનો ખોલવા માટેની નગરપાલિકા તંત્ર દ્વારા દુકાનો ઉપર નંબર લખીને જાણ કરવામાં આવી હતી પરંતુ કેટલાક વેપારીઓ દ્વારા આ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય તેમજ કેટલીક કરિયાણા ની દુકાન ગ્રાહકોની ભારે ભીડ જોવા મળેલ છે ઉપરાંત દહેગામ શહેરના મુખ્ય માર્ગો ઉપર પ્રાઇવેટ વાહનો દ્વારા ગમે ત્યાં વાહનો પાર્કીંગ કરીને જતા રહે છે. આ મુજબ ની જાણકારી મળતા પોલીસ દોડતી થઇ હતી અને નગર પાલિકાના તંત્રે દહેગામ શહેરમાં આવેલી દુકાનમાં ચેકિંગ કરતા કેટલા દુકાનદારો સામે લાલ આંખ કરી છે ને મુખ્ય માર્ગો ઉપર પ્રાઇવેટ વાહનો અને મારુતિનો ખડકલો ખડો થઇ જતા પોલીસ દ્વારા વાહનચાલકોને સૂચનાઓ આપવામાં આવી રહી છે. આમ સરકાર તરફથીલોકડાઉન હળવું કરવા માટે થોડીક છૂટછાટ આપવામાં આવી રહી છે ત્યારે આ છૂટછાટનો દુરુપયોગ થતો હોય તેવું દેખાઇ રહ્યું છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here