Sunday, December 5, 2021
HomeGST બેઠક : જેટલી ચૂંટણી પહેલાં અપાશે આ મોટી રાહતો, મધ્યમવર્ગને થશે...
Array

GST બેઠક : જેટલી ચૂંટણી પહેલાં અપાશે આ મોટી રાહતો, મધ્યમવર્ગને થશે મોટો ફાયદો

આજે શરૂ થયેલી જીએસટી કાઉન્સિલની 32મી બેઠકમાં કોઈ ખાસ એજન્ડા તો નથી પરંતુ જેટલા મુદ્દાઓ પણ ચર્ચા થશે અને નિર્ણય લેવાના છે, તે બધા જ મુદ્દાઓ અત્યંત મહત્વના છે. જીએસટીની આંટીઘૂંટી નાના વેપારીઓ માટે માથાનો દુખાવો બની રહી છે તેવામાં સરકારે પણ લોકસભાની ચૂંટણીને જોતાં નાના વેપારીઓને જીએસટી મોરચે રાહત આપવાનું વિચાર્યું છ. એક અહેવાલ અનુસાર વાર્ષિક 40 લાખ રૂપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતા વેપારીઓને જીએસટી રજિસ્ટ્રેશનમાંથી રાહત આપવામાં આવી શકે છે. આજની જીએસટી કાઉન્સિલની 32મી બેઠકમાં એમએસએમઈ અને ઘર ખરીદારોને રાહત મળવાની સંભાવના હતી.

દર ત્રણ મહિને કે નિયત સમયાનુસાર રીટર્ન ફાઈલ કરવાની ઝંઝટ ટળશે

સપ્ટેમ્બરના આધિકારીક આંકડા અનુસાર 60% જીએસટી રીટર્ન ફાઈલ કરનારો આ 40 લાખની મર્યાદા હેઠળ જ આવે છે એટલે કે હવે 60% રજિસ્ટર્ડ વેપારીઓએ દર ત્રણ મહિને કે નિયત સમયાનુસાર રીટર્ન ફાઈલ કરવાની ઝંઝટ નહિ વેઠવી પડે. જીએસટી રીઝીમ હેઠળ અત્યારે અંદાજે 87 લાખ વેપારીઓ રીટર્ન ફાઈલ કરે છે. વર્તમાન આંકડા અનુસાર 45 લાખ વેપારી રૂ. 20 લાખથી નીચે અને અંદાજે 10 લાખ વેપારીઓ 20 લાખથી 40 લાખ વચ્ચે ટર્નઓવર દર્શાવી રીટર્ન ફાઈલ કરે છે. આજની રજિસ્ટ્રેશનની છૂટ બાદ આ બધા જ 55 લાખ વેપારીઓને રજિસ્ટ્રેશન જ નહિ કરાવું પડે અને જો રજિસ્ટ્રેશન કરાવેલ હશે તો સમયાનુસાર રીટર્ન ફાઈલ કરવાની જહેમત નહિ ઉઠાવી પડે.

અન્ય એજન્ડા

બેઠકમાં અંડર કંસ્ટ્રક્શન પ્રોપર્ટી પર જીએસટીને 12 ટકા સ્લેબથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી શકે છે. જોકે ડેવલોપર્સને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ફાયદો નહી મળે. જો આમ થાય તો ઘર ખરીદનારાઓને ખૂબ મોટી રાહત મળી શકે છે. જીએસટી કાઉન્સિલની 10 જાન્યુઆરીની બેઠકમાં સર્વિસ સેક્ટર, MSME ને પણ મોટી રાહત મળી શકે છે. કાઉન્સિલ નાના વેપારીઓ માટે જીએસટી થ્રેસહોલ્ડની લિમિટ 20 લાખ રૂપિયાથી વધારીને 75 લાખ રૂપિયા કરવાની તૈયારી કરી રહી છે. નાના વેપારીઓ અને મેન્યુફેક્ચર્સ માટે કંપોઝિશન સ્કીમની મર્યાદા વધારીને 1.50 કરોડ સુધી કરવા અંગે પણ નિર્ણય થઈ શકે છે.

મોદીએ ગઈકાલે જ આપ્યાં હતા સંકેત

ગઈકાલે મોદીએ એક જનસભામાં નાના વેપારીઓ જેમનું ટર્નઓવર 75 લાખ રૂપિયાથી ઓછું છે તેમને જીએસટીની આંટીઘૂંટીમાંથી રાહત મળી શકે છે અને ઘર ખરીદારોને પણ આજની બેઠકમાંથી રાહતના સમાચાર મળી શકે છે, તેમ જણાવ્યું હતુ. આમ કહી શકાય કે આજની બેઠકનો એજન્ડા અગાઉથી જ મોદી સરકારે નક્કી કરી લીધો છે અને માત્ર અંતિમ નિર્ણૅય અને જાહેરાત માટે ઔપચારિક બેઠક યોજાઈ રહી છે.

સર્વિસ સેક્ટરને પણ રાહત

સર્વિસ સેક્ટરને પણ કંપોઝિશન સ્કીમનો ફાયદો આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. 50 લાખ રૂપિયા સુધીના ટર્નઓવરવાળા સર્વિસ પ્રોવાઇડરને કંપોઝિશન સ્કીમનો ફાયદો મળી શકે છે. તો બીજી તરફ સ્મોલ સર્વિસ પ્રોવાઇડર માટે 5 ટકા ફ્લેટ જીએસટી લાગૂ કરવાના પ્રસ્તાવ પર પણ મોહર લાગી શકે છે. જોકે તેને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ફાયદો નહી મળે.

રિટર્ન ફાઇલ કરવામાં પણ છૂટની શક્યતા

નાના વેપારીઓને રિટર્ન ફાઇલ કરવાના મામલે પણ મોટી છૂટ મળવાના અણસાર છે. જોકે જીએસટી કાઉન્સિલ હવે ત્રિમાસિકના બદલે વાર્ષિક રિટર્ન ફાઇલ કરવાની મંજૂરી આપી શકે છે. જોકે વેપારીઓને ટેક્સ ત્રિમાસિકના આધારે જ ભરવો પડશે. ઇ-વે બિલના ફર્જીવાડાને રોકવા માટે RFID ટેકનિકનો ઉપયોગ કરવા પણ સહમતિ બનાવી શકાય છે. RFID ડેટાને ઇ-વે બિલ સર્વરની સાથે શેર કરવા પર ચર્ચા થઇ શકે છે.

સીમેંટ પર અત્યારે નહી ઘટે GST

નાણામંત્રી અરૂણ જેટલીએ તાજેતરમાં જ ઇશારો કર્યો હતો કે ટૂંક સમયમાં સીમેંટને પણ 28% ના સ્લેબથી કાઢીને 18% ટેક્સ સ્લેબમાં લાવવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું હતું કે ગ્રાહકના રૂપે 28% સ્લેબ લગભગ ખત થવાના આરે છે. પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ બેઠકમાં સીમેંટ પર GST ઘટાડવાનો પ્રસ્તાવ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments