Saturday, September 18, 2021
Homeટોપ ન્યૂઝજીએસટી કાઉન્સિલ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટીના પરિઘમાં લાવવા પર વિચાર

જીએસટી કાઉન્સિલ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટીના પરિઘમાં લાવવા પર વિચાર

જીએસટી કાઉન્સિલ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટીના પરિઘમાં લાવવા પર વિચાર કરી શકે છે. જો જીએસટી કાઉન્સિલ આમ કરશે તો સમગ્ર દેશમાં ઇંધણના વેચાણ પર એક જ વેરો લાગશે. તેના લીધે ગ્રાહકોને મોટી રાહત મળશે અને તેનાથી સરકારની આવકમાં પણ ફેર પડશે.

નાણાપ્રધાન નિર્મલા સીતારામનના અધ્યક્ષ પદ હેઠળની પેનલ શુક્રવારે મળનારી બેઠકમાં આ દરખાસ્ત પર વિચાર કરશે. કોર્ટે તેને આ બાબત હાથ પર લેવા જણાવ્યું છે. જો કે આ એજન્ડા હજી જાહેર નહીં થાય.આ અંગે નાણા મંત્રાલયના અધિકારીએ કોઈ ટિપ્પણી હજી સુધી કરી નથી અને તેના અંગેનો પ્રતિસાદ પણ આપ્યો નથી.

જીએસટી સિસ્ટમમાં કોઈપણ પ્રકારના ફેરફાર માટે પેનલના ત્રણ ચતુર્થાંશ સભ્યોની મંજૂરીની જરુર હોય છે. તેમા કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ વિરોધ પણ કરી શકે છે. આના લીધે તેઓએ તેમની આવકસર્જનનો મહત્ત્વનો હિસ્સો કેન્દ્રને આપી દેવો પડી શકે છે.

ઇંધણ પર એકસમાન વેરા પર ચર્ચાની વાત અંગે આ પહેલા પણ અહેવાલ આપવામાં આવ્યો હતો. તેના લીધે પેટ્રોલ અને ડીઝલના ભાવ હળવા કરી શકાશે. તાજેતરના મહિનાઓમાં આ ભાવ વિક્રમજનક સપાટીએ પહોંચી ગયા છે. મુખ્યત્વે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલા વેરાના લીધે આ ભાવ વિક્રમજનક સપાટીએ પહોંચી ગયા છે.

દેશમાં ઇંધણખર્ચનો અડધા ઉપરાંતનો હિસ્સો તો વેરાનો છે. ઇંધણનો આ ઊંચો ખર્ચ રિઝર્વ બેન્કને પણ આર્થિક નવસંચારના મોરચે પગલાં ભરવામાં તથા ફુગાવો નીચો લાવવામાં નડી રહ્યો છે. દેશમાં ઇંધણના વપરાશનો અડધો હિસ્સો પેટ્રોલ અને ડીઝલનો છે.

શુક્રવારની પેનલમાં જીએસટી કાઉન્સિલ કોવિડ-૧૯ની સારવારમાં ઉપયોગમાં લેવાતી કેટલીક દવાઓ માટે આપવામાં આવેલી રાહત બીજા ત્રણ મહિના એટલે કે ૩૧ ડિસેમ્બર સુધી લંબાવવા વિચારી શકે છે.

સરકાર આ ઉપરાંત જીએસટીના લીધે થયેલી ખોટ ભરપાઈ કરવા માટે વિકલ્પો રજૂ કરી શકે છે. પેનલ આ ઉપરાંત કેટલાક રીન્યુએબલ સાધનો પરનો દર વધારીને 12 ટકા કરવા અને લોખંડ,તાંબુ અને બીજી ધાતુઓ પરનો દર વધારી 18 ટકા કરવાનું આયોજન ધરાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments