જાન્યુઆરીથી આ કંપનીઓ માટે GST ઇ-ઇનવોઇસિંગ ફરજિયાત બન્યુ…

0
3

આગામી નવા કેલેન્ડર વર્ષ 2021થી એવી કંપનીઓ-પેઢીઓ માટે જીએસટી ઇ-ઇનવોઇસિંગ (GST E-invoicing) ફરજિયાત રહેશે જેનું વાર્ષિક ટર્નઓવર 100 કરોડ રૂપિયાથી વધારે છે. અગાઉ આ મર્યાદા વાર્ષિક 500 કરોડ રૂપિયાના ટર્નઓવર સુધીની હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ તાજેતરમાં જ આ અંગે નોટિફિકેશન જારીકર્યુ છે. આ નોટિફિકેશનમાં જણાવ્યુ છે કે, GST કાઉન્સિલની ભલામણના આધારે આ ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવા નિયમ 1લી જાન્યુઆરી, 2021થી લાગુ થશે.

આ ફેરફારથી મીડિયમ એન્ટરપ્રાઇસ એટલે કે મધ્યમ કદની કંપનીઓ ઇ-ઇનવોઇસિંગના દાયરા હેઠળ આવી જશે. એવું માનવામાં આવી રહ્યુ છે કે, 1લી એપ્રિલ 2021થી તેને તમામ કરદાતાઓની માટે તેને b2b ટ્રાન્ઝેક્શન માટે ફરજિયાત કરવામાં આવશે. કેપીએમજી ઇન્ડિયાના પાર્ટનર (પરોક્ષ વેરા) હરપ્રિત સિંહએ કહ્યુ કે, 100 કરોડથી 500 કરોડ રૂપિયા સુધીના ટર્નઓવર ધરાવતા ડિલરોને ઇ-ઇનવોઇસિંગના દાયરા હેઠળ લાવવા અર્થતંત્રના સરળીકરણની દિશામાં વધુ એક પગલુ છે.

1લી ઓક્ટોબરથી લાગુ થઇ હતી વ્યવસ્થા

તેના અમલીકરણના શરૂઆતમાં કેટલીંક મુશ્કેલીઓ આવી શકે છે પરંતુ લાંબા ગાળે તેનાથી પારદર્શિતા વધશે, કરપ્રણાલીમાં સુધારો આવશે અને કર ચૂકવણી તથા ફાઇલિંગમાં ઓટોમેશન આવી જશે. બિઝનેસ ટુ બિઝનેસ ટ્રાન્ઝેક્શનમાં ઇ- ઇનવોઇસિંગની વ્યવસ્થા 1લી ઓક્ટોબરથી લાગુ થઇ ગઇ હતી. 500 કરોડ રૂપિયાથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીઓની માટે પણ તેને ફરજિયાત કરી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here