Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

સ્ટેટ જીએસટી વિભાગે શુક્રવારે ઊંઝા શહેરમાં ધામા નાખ્યા હતા. દિવાળી બાદ હાથ ધરેલા સૌથી મોટા ઓપરેશનમાં 35 થી 40 ટ્રાન્સપોર્ટ કંપની અને વેપારી પેઢી પર પાડેલા દરોડાની તપાસ કાર્યવાહી મોડી રાત સુધી ચાલી હતી. બીજી બાજુ, દરોડાની વાત વાયુવેગે ઊંઝા શહેરમાં પ્રસરી જતાં વેપારીઓ દોડતા થયા હતા. જોકે કેટલી કરચોરી પકડાઇ એ બાબતે અધિકારીઓ હાલ કંઇ બોલવા તૈયાર નથી, તપાસ કાર્યવાહી હજુ બે દિવસ ચાલે એવી શક્યતા છે.

દરોડા પાડવા જીએસટીની ટીમો ખાનગી ગાડીઓમાં આવી હતી.
દરોડા પાડવા જીએસટીની ટીમો ખાનગી ગાડીઓમાં આવી હતી.

 

​​​​​સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શુક્રવારે ઊંઝા શહેરમાં 35થી 40 ટ્રાન્સપોર્ટ કંપની અને વેપારી પેઢી પર જીએસટી વિભાગની જુદી જુદી ટીમોએ એકસાથે સર્ચ-ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં મોટા ભાગની ટ્રાન્સપોર્ટ કંપનીઓને ત્યાં રેડ થઇ હતી. એકસાથે હાથ ધરેલી આટલી મોટી સંખ્યામાં રેડને લઇ જીએસટી વિભાગે મોડી રાત સુધી ફાઇલો તપાસી હતી. જોકે કઇ પેઢી પાસેથી કેટલી કરચોરી પકડાઇ એ જાણી શકાયું ન હતું. બીજીબાજુ, જીએસટીના દરોડાની વાત ફેલાઇ જતાં વેપારી આલમમાં દોડધામ મચી ગઇ હતી. તંત્રએ કંઇ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments