Saturday, August 13, 2022
HomeGTUમાં 4થી5 ફેબ્રુઆરીએ 100 કંપની 2500 વિદ્યાર્થીને જોબની ઓફર કરશે
Array

GTUમાં 4થી5 ફેબ્રુઆરીએ 100 કંપની 2500 વિદ્યાર્થીને જોબની ઓફર કરશે

- Advertisement -

અમદાવાદ: શિક્ષણ વિભાગે નોલેજ કોન્સેર્ટિયમ ઓફ ગુજરાત (કેસીજી)ના સંકલનથી અમદાવાદ સહિત રાજ્યમાં 15 ફેબ્રુઆરી સુધીમાં 23 મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કર્યુંં છે. જે વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તે આમાં ભાગ લઈ શકશે.

GTUમાં 4થી5 ફેબ્રુઆરીએ 100 કંપની 2500 વિદ્યાર્થીને જોબની ઓફર કરશે

સાયન્સ,કોમર્સ, આર્ટ્સ, એન્જિનિયરિંગ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ-ઉમેદવારોને માટે આશરે 5 હજાર કંપની તરફથી 69 હજાર જોબ ઉપલબ્ધ કરાવાઈ છે. જેની સામે કુલ 61 હજારે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કુલ જોબની સામે ઓછા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાથી રજિસ્ટ્રેશન ન કરાવનાર વિદ્યાર્થીઓ-ઉમેદવારો માટે આ વ્યવસ્થા ગોઠવાઈ છે તેમ કેસીજીના એડવાઈઝર એ.યુ.પટેલે જણાવ્યું છે. જીટીયુ અને કેસીજીના સંયુક્ત ઉપક્રમે આગામી ચોથી અને પાંચમી ફેબ્રુઆરીએ પણ ચાંદખેડા જીટીયુ કેમ્પસમાં મેગા જોબ પ્લેસમેન્ટનું આયોજન કરાયું છે. જેમાં 100 કંપની 2500 વિદ્યાર્થીને જોબ ઓફર કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular