અમદાવાદ : GTUની ઓનલાઈન પરીક્ષા : 21મી સપ્ટેમ્બરથી GTUની ત્રીજા તબક્કાની ઓનલાઇન પરીક્ષા, 8357 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું

0
9

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા પ્રથમ બે તબક્કાની ઓનલાઇન પરીક્ષાના સફળ આયોજન બાદ ત્રીજા તબક્કાની ઓનલાઇન પરીક્ષા પણ યોજાશે. જેમાં ડિપ્લોમા, UGઅને PGની જુદી-જુદી 13 શાખાઓના 8357 વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 21 સપ્ટેમ્બરથી યોજાનારી ત્રીજા તબક્કાની ઓનલાઇન પરીક્ષા 8357 પરીક્ષાર્થીઓ આપશે.

દેશ-વિદેશના પરીક્ષાર્થીઓએ પણ રજિસ્ટ્રેશન કર્યું

24 દેશના 153 વિદેશી અને 17 રાજ્યોના 460 ગુજરાત બહારના વિદ્યાર્થી પણ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડો. નવીન શેઠ અને કુલ સચિવ ડો. કે. એન. ખેરે ત્રીજા તબક્કાની ઓનલાઈન પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓને સંપૂર્ણ સ્વસ્થતા અને નિયમોનુસાર પરીક્ષા આપવા માટે શુભેચ્છા પાઠવી છે.

13 શાખાના 8357 વિદ્યાર્થીઓની નોંધણી કરાવી

GTU દ્વારા પ્રથમ બે તબક્કાની ઓનલાઇન પરીક્ષાનું સફળ આયોજન પછી બાકી રહેલા વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા તેમજ ઈ-મેઈલ ‌દ્વારા ત્રીજા તબક્કાની પણ ઓનલાઇન પરીક્ષા લેવાની માંગણી કરી હતી. GTU દ્વારા વિદ્યાર્થીઓની આ માંગણીને માન્ય રાખીને વિદ્યાર્થીઓ માટેનો હિતલક્ષી નિર્ણય કર્યો છે. જેના માટે 3જીથી 8મી સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશનની કામગીરી હાથ ધરી હતી. ત્રીજા સપ્તાહની પરીક્ષામાં GTUના ડિગ્રી, ડિપ્લોમા, એન્જિનિયરિંગ અને ફાર્મસીના અંતિમ વર્ષ અને અંતિમ સેમેસ્ટરની 13 શાખાઓમાં અભ્યાસ કરતા 8357 વિદ્યાર્થીઓની નોંધણી કરાવી છે. આ વિદ્યાર્થીઓની આગામી 21 સપ્ટેમ્બરથી ઓનલાઈન પરીક્ષા આપશે.

46 હજાર પરીક્ષાર્થીઓ બે તબક્કામાં ઓનલાઈન પરીક્ષા આપી હતી

બે તબક્કાની ઓનલાઇન પરીક્ષામાં 46000થી વધુ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક ઓનલાઇન પરીક્ષા આપી ચૂક્યા છે. 9920 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાના બાકી હતી. આ વિદ્યાર્થીઓ માટે 3જી થી 8મી સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશનની કામગીરી આરંભી હતી. આ કામગીરીના અંતે 8357 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ નોંધણીના અંતે હવે 1,563 વિદ્યાર્થીઓ હજુ પરીક્ષા આપવા માટે નોંધણી કરાવી નથી.

ઓફલાઈન પરીક્ષાની આગામી દિવસોમાં જાહેરાતની શક્યતા

નોઁઘણી ન કરાવનાર બાકી રહેતા વિદ્યાર્થીઓ વિશે આગામી દિવસોમાં GTU દ્વારા વિચારણા કરવામાં આવશે. અગાઉ યુનિવર્સિટીના કુલપતિ ડો. નવીન શેઠે બાકી રહેતાં વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન પરીક્ષા લેવાની જાહેરાત કરી હતી. હવે આ બાકી રહેતાં વિદ્યાર્થીઓની કેવી રીતે પરીક્ષા લેવામાં આવશે. તેની જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવે તેવી શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here