ગેરંટી આ એક ઉપાય તમારા વાળને કુદરતી રીતે કરી દેશે સફેદમાંથી કાળા

0
22

ઉંમર વધવાથી, તાણ અને અનિયમિત જીવનશૈલીના કારણે વાળ સફેદ થાય તે વાત આપણે સૌ જાણીએ છીએ. વાળનો રંગ બદલાઈ જાય એટલે દરેક વ્યક્તિની ચિંતા પણ વધી જાય છે. તેવામાં લોકો સૌથી પહેલું કામ વાળને કલર કરવાનું કરે છે. જો કે કેમિકલયુક્ત કલર વાળને નુકસાન પહોંચાડી શકે છે અને સાથે જ તે લાંબા સમય સુધી ટકતો પણ નથી. આવી સ્થિતિમાં વારંવાર વાળ કાળા કરવા શક્ય પણ થતા નથી. તેથી આજે તમને એક કુદરતી ઉપચાર જણાવી છીએ જે તમારા વાળને કુદરતી રીતે કાળા કરશે.

આ ઉપચાર કરવા માટે તમારે એક બાઉલમાં તમારા વાળમાં જરૂરી હોય તેટલું નાળિયેરનું તેલ લેવું. તેમાં 2 ચમચી આમળા પાવડર ઉમેરવો અને તેને ધીમા તાપે ગરમ કરવું. પાવડર એકરસ થઈ જાય ત્યાં સુધી તેલ ગરમ કરો. આ તેલ ઠંડુ થાય એટલે તેને વાળના મૂળમાં લગાવો અને રાત આખી તેને રહેવા દો. બીજા દિવસે સવારે વાળને ધોઈ લો. આ ઉપાય તમારે સપ્તાહમાં 2થી 3 વાર કરવો. ધીરે ધીરે તમારા વાળનો રંગ કુદરતી રીતે કાળો થવા લાગશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here