પ્રાંતિજ : ઝાલાની મુવાડીનો જવાન શહીદ થતાં ગાર્ડ ઓફ ઓનર અપાયું.

0
15

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડી ગામનો જવાન જમ્મુ કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપાર માં આંતકી હુમલા માં શહીદ થતા તેનો પાર્થીદેહ ને માદરે વતન ખાતે લાવી ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. તો જવાન ની અંતિમ વિધિમાં સંગાસંબધીઓ સહિત આજુબાજુમાંથી હજારોની સંખ્યા લોકો આપમેળે ઉપસ્થિત રહ્યાં હતાં.

 

માદરે વતન ખાતે તેનો પાર્થીદેહને લાવવામાં આવ્યો હતો.
CRPF નો જવાન આતંકી હુમલામાં શહીદ થયો હતો.
જવાનની અંતિમ વિધિમાં સંગાસંબધીઓ સહિત લોકો આપમેળે ઉમટી પડયા હતા.

 


ઉત્તર કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપાર વિસ્તારમાં શનિવારે સાંજે સીઆરપીએફ અને પોલીસ ની ટીમ પર આતંકવાદીઓએ હુમલો કરતા CRPF ના ત્રણ જવાન શહીદ થયા હતાં. જેમાં સાબરકાંઠા ના પ્રાંતિજ તાલુકાના ઝાલા ની મુવાડી ગામનો સતપાલસિંહ બચુસિંહ પરમાર શહીદ થતાં પરિવારજનો અને જિલ્લા માં શોક નું મોજું ફરી વળ્યું હતું. શનિવારે સાંજ ના સુમારે જમ્મુ કાશ્મીર ના સોપારમાં થયેલા હુમલા માં સીઆરપીએફ ના ૩ જવાન શહીદ થયાં હતાં અને ૩ જવાનો ગંભીર ઇજાઓ પહોચતા સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતાં.

વિઝન

 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઝાલા ના મુવાડી ગામના અને પાંચ વર્ષથી સીઆરપીએફ માં ફરજ બજાવતા સતપાલસિંહ બચુસિંહ પરમાર શહીદ થયા હોવાની જાણ પરિવારજનો થતા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુકયું હતું તો આજે શહિદ જવાન નો પાર્થીદેહ માદરે વતન સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા ના ઝાલા ની મુવાડી લાવવામાં આવ્યો હતો જયાં હજારો ની સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં અને સોસિયલ ડિસ્ટન સાથે શહિદ જવાન ને અમર રહો ના નારા સાથે ફુલો ની વરસા કરવામાં આવી હતી તો તેના માતા પિતા પણ પુત્ર નો પાર્થીદેહ ધરે આવતા આખો માંથી આશુ રોકી શક્યા નહતા સાથે સાથે પુત્ર દેશ માટે શહીદ થતાં ગૌરવ પણ અનુભવી રહ્યા હતાં તો દેશ માટે પુત્ર એ બલીદાન આપ્યું તો શહીદ જવાનો પાર્થીદેહ ધરે લાયા બાદ તેની અંતિમ યાત્રા પણ નિકળી હતી તો પોલીસ તથા સીઆરપીએફ અધિકારી જવાનો દ્વારા અંતિમ ક્રિયા પહેલા શહીદ જવાન ને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.

CRPF ના અધિકારી સંજય લાટકર, સાબરકાંઠા SP ચૈતન્યરવિન્દ્ર મંડલીક, DYSP કે.એસ.સુર્યવશી, સાબરકાંઠા અરવલ્લી સાંસદ દિપસિહ રાઠોડ, પ્રાંતિજ – તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ-તલોદના પ્રાંન્તઅધિકારી સોનલબા પઢેરીયા, પ્રાંતિજ મામલતદાર એચ. પી. ભગોરા, તાલુકા વિકાસ અધિકારી નિતિનભાઇ પટેલ, પ્રાંતિજ PI એમ.ડી.ચંપાવત, PSI બી.ડી.રાઠોડ , મહિલા PSI પી.ડી.ચૌધરી, નાયબ મામલતદાર અશોકભાઇ પટેલ ગામના સરપંચ તથા બાઇના મુવાડા સરપંચ રતુભા ઝાલા સહિત ગામજનો આજુબાજુના ગામોમાંથી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને શહીદ જવાન ને ખરા અર્થમાં શ્રધ્ધાંજલી અર્પી હતી.

 

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here