GUDCના કોન્ટ્રાક્ટરે અધૂરા મુકેલ કામ સત્વરે પૂર્ણ કરવા કલેક્ટર આગળ કરી માંગ

0
0

મહેસાણા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં તથા જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિસનગરના ધારાસભ્ય ઋષિકેષ પટેલે તાલુકાના વિવિધ ગામના વિકાસ લક્ષી 28 કામોની રજૂઆત કલેક્ટર સમક્ષ કરી હતી.

જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને સંકલન અને ફરિયાદ સમિતિની યોજાયેલી બેઠકમાં વિસનગરના ધારાસભ્ય ઋષિકેષ પટેલે પોતાના 28 પ્રશ્નો રજૂ કર્યા હતા. જેની અંદર વિસનગર ખાતે જીયુડીસીના કોન્ટ્રાક્ટર દ્વારા કામ પૂર્ણ કરવા કલેક્ટરને રજૂઆત કરી હતી. આ કોન્ટ્રાક્ટર દ્વારા વિસનગરની કેટલીક સોસાયટીઓના કનેક્શન આપવાના બાકી હોવાનું ઋષિકેષ પટેલે જણાવ્યું હતું. તેમજ પંપીંગ સ્ટેશન પણ કાર્યરત નથી જે ચાલુ કરવા રજૂઆત કરાઇ હતી

બેઠકમાં ઉપસ્થિત કડી ધારાસભ્ય અને વિસનગરના ધારાસભ્ય દ્વારા રજુ કરવામાં આવેલા પ્રશ્નો પર સબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા પાઠવેલા જવાબો સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. જો કોઈ પ્રશ્ન એકથી વધુ વિભાગોને લગતો હોય તો સંબંધિત વિભાગોને જવાબદારી નક્કી કરીને ત્વરિત નિર્ણય પર લેવા માટે જિલ્લા કલેક્ટરએ તાકીદ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલએ જણાવ્યું કે, સંકલનના અમલીકરણ અધિકારીઓને મહેસાણા જિલ્લાના ધારાસભ્યઓના દરેક પ્રશ્નોનોનું ઝડપથી નિરાકરણ આવે, તથા પ્રજાના પ્રશ્નોનો હકારાત્મક નિરાકરણ આવે તે દિશામાં કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલ, લોકસભા સાંસદ શારદાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલ, નિવાસી અધિક કલેક્ટર આઇ.આર.વાળા સહિતના સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here