Friday, April 19, 2024
Homeમાર્ગદર્શન :​​​​​​​ મનોચિકિત્સકે કહ્યું, નકારાત્મકતાથી દૂર રહી માનસિક શાંતિ માટે યોગ કરો
Array

માર્ગદર્શન :​​​​​​​ મનોચિકિત્સકે કહ્યું, નકારાત્મકતાથી દૂર રહી માનસિક શાંતિ માટે યોગ કરો

- Advertisement -

સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમણ લોકોને માનસિક સ્થિતિ ઉપર સીધી અસર થઈ છે. ગુજરાતમાં અને છેલ્લા કેટલાક સમયથી સુરતમાં કોરોનાના તાંડવ વચ્ચે લોકો માનસિક તણાવ અનુભવી રહ્યા છે. ત્યારે સુરતના જાણીતા મનોચિકિત્સક ડૉ. સુદીપતા રોયએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી.ડોક્ટર સુદીપતા રોયે જણાવ્યું કે, મારા પ્રેક્ટિસ કેરિયર દરમિયાન જે કેસ ન જોયા હતા તેવા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જે ખૂબ જ ચિંતા ઉપજાવે તેવા છે.

પતિ-પત્ની વચ્ચે તણાવ વધ્યો
હાલ સૌથી વધારે દર્દીઓની સમસ્યા ચિંતા અને તણાવ યુક્ત માનસિક સ્થિતિની ફરિયાદ જોવા મળી રહી છે. કોરાના સંક્રમણમાં લોકો ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે. તેથી ઘરમાં વધુ સમય પસાર કરવાને કારણે આંતરિક ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ રહી છે. પતિ-પત્ની વચ્ચે અનબનાવના કિસ્સાઓ વધી રહ્યા છે. પરિવારના વડીલો સાથે પણ આ જ પ્રકારની સમસ્યા થઈ રહી છે. પરિવારજનોનું કાઉન્સિલિંગ કરવું ખૂબ જરૂરી બની જાય છે. સતત ઘરમાં એક સાથે લાંબો સમય રહેવાથી અંદરો અંદર અસહજતા વાતાવરણ બની રહ્યું છે.

એમ્બ્યુલન્સના અવાજો સંભળાય છે
જાણીને આશ્ચર્ય થાય તેવી દર્દીઓ ફરિયાદો કહી રહ્યા છે કે, તેમને સતત એમ્બ્યુલન્સના અવાજો સંભળાઈ રહ્યા છે. ઘરમાં એકલા રૂમમાં બેઠા હોય ત્યારે તેઓ અચાનક એવો ભાસ થાય છે કે, તેમની આજુબાજુ એમ્બ્યુલન્સની ગાડીઓ દોડી રહી છે.આ બાબતે જ્યારે અમને દર્દીઓ કહેતા હોય છે. ત્યારે અમે પોતે દર્દીની સ્થિતિ જોઈને વિચાર કરતા થઈ જઈએ છે. શહેરમાં દોડતી એમ્બ્યુલન્સ ગાડીઓની કારણે લોકોના સબ કોન્સીયસ માઈન્ડમાં વાતાવરણના દ્રશ્યો સતત પુનરાવર્તિત થઈ રહ્યા છે. એમ્બ્યુલન્સના અવાજથી માનસિક રીતે ડરનો માહોલનો અનુભવ દર્દીઓ સતત કરી રહ્યા છે.

યુવાનોમાં કારકિર્દીને લઈને ચિંતા
કોઈ ચોક્કસ વર્ગ ની વાત નથી દરેક વય જૂથમાં માનસિક અસર દેખાઈ રહી છે. પરંતુ યુવા વર્ગ સૌથી વધુ અસરગ્રસ્ત છે અત્યારના યુગમાં દરેક યુવાન પોતાની કારકિર્દીને લઈને ખૂબ જ ગંભીર હોય છે. પોતાની કારકિર્દીમાં આગળ વધવા માટે તે પ્રયાસ કરવાની કોઈ પણ તક છોડતો નથી. કોરોના કાળમાં આપણે એવું કહી શકીએ કે, છ મહિનાથી લઈને એક વર્ષ સુધીનો સમય તેમની કારકિર્દીનો સૌથી ખરાબ સમય તરીકે પસાર થયો છે. ઘણા કિસ્સાઓમાં તો યુવાનો પોતાની જાતને નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે જે ખરેખર ખૂબ જ ચિંતાજનક છે.

વડીલોમાં મોતનો ડર
વડીલો માનસિક રીતે ડરી ગયા છે કારણ કે, અવાર નવાર તેમના સમવયસ્ક મિત્રો અને પરિવારજનો કોરોના કાળમાં અકાળે મૃત્યુ પામ્યા છે. જેને લઇને વડીલોમાં બેચેની અને ગભરાટ જોવા મળી રહ્યો છે. સતત વડીલોને ઘરની બહાર ન જવા દેવામાં ટકોર કરવામાં આવે છે. સરકાર તરફથી પણ 55 વર્ષ કરતાં મોટી વયના લોકોને વિશેષ કાળજી રાખવા માટે સૂચન કરવામાં આવતું હોય છે. એક પ્રકારનું વાતાવરણ બની ગયું છે કે, વડીલો પોતાનો સમય પસાર કરવા માટે ઘરની બહાર નથી જઈ શકતા ઘરના યુવાનો અને બાળકો સાથે તેઓ ખુલીને રહી નથી શકતા, એવી સ્થિતિમાં વડીલો લાચાર સ્થિતિમાં મૂકાયેલા જોવા મળે છે.

યોગથી તણાવ અટકે છે
સૌથી પહેલા જરૂરી છે કે, માનસિક સ્વસ્થતા જો માનસિક રીતે સ્વસ્થ રહેશો તો સારી રીતે પણ ધીરે ધીરે તમે સ્વસ્થ થઈ જશો. કોરોના કાળ દરમ્યાન દરેક વ્યક્તિએ માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે અલગ-અલગ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવાની જરૂર છે. વિશેષ કરીને ઘરની બહાર ભલે ન જોઈ શકતા હોય. પરંતુ ઘરમાં જ અલગ-અલગ સકારાત્મક પ્રવૃત્તિઓમાં પોતાને વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. યોગા અને કસરત થકી માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહી શકાય છે. યોગા એ સૌથી મહત્વનું પરિબળ બની રહે તેમ છે. નિયમિત પણે યોગા કરવાથી માનસિક રીતે જે તણાવ ઊભો થયો છે. તેમાંથી દૂર આવી શકાય છે. યુવાનોથી લઈને વયસ્કો સુધી યોગ કરવું ખૂબ જરૂરી છે. અમે સતત દર્દીઓને યોગા પ્રાણાયામ તેમજ વિવિધ કસરતો કરવા માટેનું સુચન આપી રહ્યા છીએ.

સોશિયલ મીડિયાથી દૂર રહો
વ્યક્તિગત રીતે માનો છો કે હાલના સમયમાં સૌથી વધારે જો કોઈ નુકસાન પહોંચાડતો હોય તો તે સોશિયલ મીડિયા છે. વિશેષ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આવતી કોરોના સંક્રમણને લઈને માહિતીઓ લોકોને દુઃખ પહોંચાડી રહી છે. સોશિયલ મીડિયામાં એવા વીડિયો વાયરલ થાય છે કે તે જોતાં જ સીધી તેની માનસિક અસર થાય છે. જેમકે મૃતદેહોના આંકડા ,સ્મશાન ભૂમિના દ્રશ્યો, સરકારી હોસ્પિટલમાંથી મૃતદેહોને લઈ જતા દ્રશ્યો ,દર્દીઓ ક્યારેક ખૂબ ખરાબ સ્થિતિમાં પડેલા હોય છે. તેના વીડિયો વાઈરલ કરવામાં આવે છે આવી સ્થિતિને જોતાં દરેક વ્યક્તિ માનસિક રીતે તૂટી જાય છે. તેથી મારી લોકોને નમ્ર વિનંતી છે કે સોશિયલ મીડિયાથી બને તેટલો દૂર રહેવાનો પ્રયાસ કરો માત્ર જરૂરિયાત પૂરતી માહિતી એકત્રિત કરવાનો આગ્રહ રાખો.

સકારાત્મક અભિગમ અપનાવવો જોઈએ
ચારે તરફ માત્ર એક જ ચર્ચા ચાલી રહી છે ત્યારે એવા ચર્ચાનો ભાગ બનવાનું ટાળવું જોઈએ. પરિવારના સભ્યો સાથે સકારાત્મક વાતો કરવી જોઈએ. ઘરમાં રહેતા બાળકો સાથે હળી મળીને તેમની સાથે ઈતર પ્રવૃત્તિઓમાં જોડાઈ જવું જોઈએ. પોતાના પરિજનોમા કે મિત્ર વર્તુળમાં જો કોઈનું કોરોના સંક્રમણને કારણે મોત થયું હોય તો તેને લઈને લાંબી ચર્ચાઓ વારંવાર એ જ વિષયોને લઈને અંદર વાતચીત કરવાનું ટાળવું જોઈએ. આપણી ટેવ છે તેને દૂર કરવી જોઈએ. ટીવી કે મોબાઈલમાં હાસ્ય પ્રેરે તેવા વીડિયો અને મુવી જોવી જોઈએ.જેથી કરીને માનસિક રીતે આપણે હળવા રહી શકીએ અથવા તો ટીવી પર આવતા યોગ અને પ્રાણાયામ વિશે જ્ઞાન મેળવવું જોઈએ અને વડીલોએ ધાર્મિક ચેનલો જોઈને પોતાનો સમય પસાર કરવો જોઈએ.

બાળકોનો સ્વભાવ ચીડિયો થઈ ગયો છે
ઘરમાં વડીલો જે પ્રકારનું વર્તન કરતા હોય છે. ઘરનું જે વાતાવરણ હોય છે. તેની સીધી અસર બાળકો પર પડે છે. ઘણા એવા દર્દીઓ અમારી પાસે આવે છે કે, તેઓ પોતાના બાળકો ઓનલાઇન એજ્યુકેશન સારી રીતે લઈ નથી રહ્યા. બાળકોની કલાકો સુધી બેસી રહેવાની ક્ષમતા નથી હોતી. જેને લઇને તેમના અભ્યાસ ઉપર પણ સીધી અસર વર્તાઈ રહી છે. સતત ઓનલાઇન શિક્ષણના ભારણને કારણે બાળકો માનસિક તણાવ અનુભવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી બાળકોના વર્તનમાં મોટા ફેરફાર દેખાઈ રહ્યા છે. વડીલો સામે જવાબ આપવા ચીડિયાપણું નાની-નાની વાતોમાં ગુસ્સો કરવો આ બધાં લક્ષણો જે છે. તે જોવા મળી રહ્યા છે. કારણકે બાળકો મુક્તપણે બહાર હરીફરી શકતા નથી. અને છતાં ઘરમાં રહેવા ને કારણે આ પ્રકારની સ્થિતિ ઉભી થઇ રહી છે.

નકારાત્મક બાબતોથી દૂર રહેવું જોઈએ
દરેક દર્દી માટે તેની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અલગ-અલગ સૂચનો આપતા હોઈએ છે. સ્થિતિ ખૂબ વિકટ છે એમાંથી બહાર આવવા માટે થોડો સમય લાગી શકે છે માટે આપણે સૌ કોઈ ઉપર જે કેટલીક મહત્વની વાતો કરે છે. તેને અનુસરીને માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ થવાનો પ્રયાસ આપણે સ્વયં કરવો પડશે, અને તો જ આ કપરા સમયમાંથી આપણે સફળતા પૂર્વક બહાર આવી શકે શું મને જરા પણ નબળું ન પડવા દેવાની અમારો સતત પ્રયાસ હોય છે, કારણ કે, માનસિક તણાવમાંથી મુક્તિ થઈશું તો જ આપણે આપણું જીવન સારી રીતે વ્યતીત કરી શકીશું

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular