Thursday, August 11, 2022
Homeઆત્મનિર્ભર 3.0 : ક્રેડિટ ગેરંટી સ્કીમ અંગે ટૂંકમાં જારી થશે ગાઇડલાઇન.
Array

આત્મનિર્ભર 3.0 : ક્રેડિટ ગેરંટી સ્કીમ અંગે ટૂંકમાં જારી થશે ગાઇડલાઇન.

- Advertisement -

કોરોના મહામારી અને લોકડાઉનથી બિમાર થયેલ અર્થતંત્રને ફરી બેઠું કરવા માટે ભારત સરકાર ‘આત્મનિર્ભર ભારત’ પેકેજ જાહેર કરી રહી છે. અત્યાર સુધીમાં આત્મનિર્ભર ભારતના 3 રાહત પેકેજોની જાહેરાત કરી છે. તાજેતરમાં સરકારે ઇમર્જન્સી ક્રેડિટ લિંક્ડ ગેરંટી સ્કીમમાં 26 સ્ટ્રેસ્ડ સેક્ટર અને હેલ્થકેર ફર્મ્સને શામેલ કરવાનો નિર્ણય લીધો હતો. મીડિયા અહેવાલ મુજબ આ સ્કીમમાં શામેલ કરાયેલા નવા સેક્ટરને લઇને આગામી સપ્તાહે ગાઇડલાઇન જારી થઇ શકે છે.

1.5 લાખ કરોડ ધિરાણ આપ્યુ

રિપોર્ટ મુજબ નવા સેક્ટરોને કયા હિસાબે રાહત પહોંચાડવી જેને લઇને વિસ્તૃત ગાઇડલાઇન તૈયાર કરવામાં આવી રહી છે. આર્થિક જાણકારોનું કહેવુ છે કે, સ્કીમનો લાભ પહોંચાડવા માટે તેના વ્યાપનો વિસ્તાર વધારવામાં આવ્યો છે. અત્યાર સુધી યોજના હેઠળ કૂલ 3 લાખ કરોડ રૂપિયાના ફંડમાંથી 1.5 લાખ કરોડ રૂપિયાનું ધિરાણ આપવામાં આવ્યુ છે.

3 લાખ કરોડ રૂપિયાનો ફંડ

ઇમર્જન્સી ક્રેડિટ લિંક્ડ ગેરંટી સ્કીમ 2.0નો ફંડ 3 લાખ કરોડ રૂપિયાનો છે. તેની ઘોષણા મે મહિનામાં કરવામાં આવી છે. આ 26 નવા સેક્ટરની પસંદગી કેવી કામથ કમીટીએ સપ્ટેમ્બર મહિનામાં કરી હતી. તેની રચના રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા કરવામાં આવી હતી.

આ સ્કીમ 31 માર્ચ, 2021 સુધી લાગુ રહેશે

આ સ્કીમ હેઠળ બેન્ક કોલેટરલ મુક્ત અને ફુલ ગેરંટેડ ધિરાણ આપશે. વ્યાજદર પણ મર્યાદિત રહેશે. અર્થતંત્રમાં સુધારાણા માટે આત્મનિર્ભર ભારત -3.0 પેકેજમાં નાણાંપ્રધાન નિર્મલા સિતારમને 12 સુત્રી કાર્યક્રમની રજૂઆત કરી હતી. આ સ્કીમ 31 માર્ચ, 2021 સુધી અમલમાં રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular