ઇંગ્લેન્ડ : 10 વર્ષના છોકરાએ 1 મિનિટમાં 196 ગણિતના પ્રશ્નોનો જવાબ આપી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

0
2

લોકડાઉનમાં ઘણા લોકોએ ઘરે રહીને નવી પ્રવૃત્તિ શીખી તો ઘણાએ પોતાના ટેલેન્ટથી રેકોર્ડ બનાવ્યા. ઇંગ્લેન્ડના 10 વર્ષના નાદુબ ગિલે લોકડાઉનમાં ફ્રી સમયનો ઉપયોગ ગણિતની પ્રેક્ટિસ પાછળ કર્યો. નાદુબે પોતાની આવડતથી 1 મિનિટમાં 196 મેથ્સના સવાલ સોલ્વ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. નાદુબે 1 મિનિટમાં 196 ગુણાકાર અને ભાગાકારના પ્રશ્નોનો જવાબ એટલે કે 1 સેકન્ડમાં ૩ સવાલના જવાબ આપ્યા છે.

મૂળ પાકિસ્તાની નાદુબ ઇંગ્લેન્ડના લોન્ગ ઈટન શહેરમાં લોન્ગમોર પ્રાઈમરી સ્કૂલમાં ભણે છે. લોકડાઉનમાં તેણે ટાઈમ્સ ટેબલ રોક સ્ટાર્સ એપની મદદથી પ્રેક્ટિસ કરી. ત્યારબાદ તેણે એજ્યુકેશન પ્લેટફોર્મનો પણ ઉપયોગ કર્યો. લોકડાઉનની મહેનતથી રેકોર્ડ પોતાને નામ કર્યો. રેકોર્ડ જીત્યા પછી નાદુબે કહ્યું કે, મારી સાથે અન્ય 700 સ્પર્ધકો હતા. આ સફળતાને લઈને હું ઘણો ખુશ છું. મારું સપનું પૂરું થયું હોય તેવું લાગે છે. મને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તરફથી સર્ટિફિકેટ પણ મળ્યું છે.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડના ચીફ એડિટર ક્રેગ ગ્લેન્ડીએ કહ્યું કે, આ રેકોર્ડ ખરેખર નવાઈ પમાડે તેવો છે. નાનકડાં છોકરાએ 1 મિનિટના સમયમાં આટલા બધા પ્રશ્નોના જવાબ આપ્યા. ગિનિસ વર્લ્ડ રેકોર્ડના પરિવારમાં નાદુબ ગિલનું સ્વાગત છે.