ફૂડ સેફ્ટી એક્ટ : સ્વાસ્થ્યને લઈને રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ધાર્મિક સંસ્થાઓને પણ ફૂડ લાયસન્સ લેવું પડશે

0
48

રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે કે, હવે નાના દુકાનદારો અને ફેરિયાઓએ પણ ખોરાક રાંધતા-પિરસતા સમયે એપ્રોન અને હાથમાં મોજા-કેપ પહેરવા ફરજીયાત રહેશે. ત્યારે વધુ એક નિર્ણય લેવાયો છે જે નિર્ણય ધાર્મિક સંસ્થાઓને પણ લાગૂ પડે છે.લોકોના સ્વાસ્થ્યને ધ્યાને લઇને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા ફૂડ સેફ્ટી એક્ટના અમેન્ડમેન્ટમાં સુધારો કરાયો છે. આ સુધારા મુજબ હવેથી ધાર્મિક સંસ્થાઓને પણ ફૂડ લાયસન્સ લેવું પડશે.

 

ભોજન-પ્રસાદ પીરસતી ધાર્મિક સંસ્થાઓને ફૂડ લાયસન્સ લેવું પડશે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તબક્કાવાર ઓડિટ કરવામાં આવશે. આ નિર્ણયને પગલે ગુજરાતની 40થી વધુ ધાર્મિક સંસ્થાઓએ ફૂડ લાયસન્સ લીધા હતા.જેમાં અંબાજી, સોમનાથ, ડાકોર અને દ્વારકાની સંસ્થાઓનો સમાવેશ થાય છે. તો પાવાગઢ અને અક્ષરધામની સાથે 40 સંસ્થાઓએ પણ લાયસન્સ લીધા. ફૂડ સેફ્ટી એક્ટના અમેન્ડમેન્ટમાં સુધારા બાદ સંસ્થાઓના પ્રતિનિધિઓને તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here