ગુજરાત : 24.28 લાખ ખેડૂતોને વીમાની રકમ મળી નથી, મંજૂરીથી વધુ ખનીજ લઇ જતાં વાહનોને સરકારે બક્ષી દીધાં

0
30

ગાંધીનગર: રાજય સરકાર દ્વારા પાક વીમામાં છેલ્લા બે વર્ષમાં રૂ. 2480 કરોડનો વીમા કંપનીઓને વર્ષ 2017 અ્ને 2018માં થયો છે. આમછતા વીમા કંપનીઓએ ગુજરાતના 24.28 લાખ ખેડૂતોને વીમો મળ્યો ન હોવાનું વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું. જો કે, મુખ્યમંત્રીએ આ સમસ્યાને ટાળવા માટે ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને ખેડૂતો માટે એક ક્રોપ્સ ફંડ ઉભુ કરવાની જાહેરાત કરી હતી. ખેડૂતોને પાક વીમા આપતી કંપનીઓને વર્ષ 2017 અને વર્ષ 2018માં રૂ. 5600.05 કરોડ પ્રિમિયમ પેટે ચુકવ્યા હતા. જેની સામે ખેડૂતોને રૂ. 3119.51 કરોડની રકમ ચુકવવાઈ છે. આથી વીમા કંપનીઓને બે વર્ષમાં રૂ. 2480.53 લાખનો નફો થયો છે તેમ પરમારે જણાવ્યું હતું. જયારે 38.44 લાખ ખેડૂતોએ વીમા પ્રિમિયમ ભર્યું હતું, તે પૈકી 14.13 લાખ ખેડૂતોને વીમો ચુકવાતા 24.28 લાખ ખેડૂતોને વીમો ચુકવાયો નથી.

મંજૂરીથી વધુ ખનીજ લઇ જતાં વાહનોને સરકારે બક્ષી દીધાં

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે હવાલો ધરાવતા ખાણખનીજ વિભાગે મંજૂરી કરતા વધુ ખનીજો ભરીને લઇ જતા વાહનોને આસાનીથી જવા દીધાં. છેલ્લાં પાંચ વર્ષમાં આવાં વધુ ખનીજો લઇ જતાં વાહનો સામે શું કાર્યવાહી કરાઇ તેવાં પ્રશ્નોના જવાબમાં મુખ્યમંત્રીએ આવો વિચિત્ર જવાબ આપ્યો હતો. કોંગ્રેસી ધારાસભ્યોએ પૂછ્યું કે છેલ્લાં પાંચ વર્ષમાં ઇ-રોયલ્ટી પાવતીને આધારે કેટલાં ટ્રકમાં ઓવરલોડ માલ ભર્યાની અને વહન કરવાની ટ્રીપો પકડાઇ તો મુખ્યમંત્રીએ જવાબ આપ્યો કે આ પ્રકારનો ગુન્હો મોટર વ્હીકલ એક્ટ હેઠળ પકડાય છે એટલે ખાણ-ખનીજ વિભાગના કાર્યક્ષેત્રનો મુદ્દો ન હોવાથી કોઇ કાર્યવાહી કરાઇ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here