હવામાન : રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈ તંત્ર એલર્ટ, NDRFની ટીમો તૈનાત

0
37

હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.આગાહીના રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. ક્યાંક ઝરમર તો ક્યાંક મનમૂકીને મેઘરાજા વરસી રહ્યા છે. જ્યારે ભારે વરસાદની આગાહીને લઈને NDRFની ટીમ જિલ્લાઓમાં જવા માટે રવાના થઈ છે. ભાવનગર, થરાદ, સાબરકાંઠા અને સુરતમાં એક એક ટીમ NDRFમાં જવા માટે રવાના થઈ છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશરને કારણે  રાજ્યમાં હજુ બે દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં સામાન્યથી ભારે વરસાદ, જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા 10 ઓગસ્ટ સુધી અધિકારીઓને સતર્ક રહેવા આદેશ કરવામાં આવ્યા છે. અધિકારીઓને પોતાનું હેડક્વાટર નહી છોડવા પણ સરકારે આદેશ કર્યો છે. તો આગાહીની અસર મોડી રાત્રીથી અમદાવાદ શહેરમાં જોવા મળી છે.

રાજ્યભરમાં હાલ સારો વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 102 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં 20 ઇંચ વરસાદ પડ્યો છે. તો વડોદરા અને દાહોદના તાલુકાઓમાં પણ વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદ થતાં મોડી રાત્રે નર્મદા ડેમના 25 દરવાજા ખોલવામાં આવ્યા છે. તો હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here