ગુજરાત : અમરેલી SP નિર્લિપ્ત રાયને સાપ કરડ્યો

0
59

અમરેલી: અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયને તેમના ઘરના બગીચામાંથી સાપ કરડી જતા સોમવારે સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જોકે સારવાર બાદ તેમને રજા અપાઈ હતી.

 

બગીચામાં કામ કરી રહ્યા હતા ત્યારે સાપે તેમને ડંખ માર્યો
આ ઘટના અમરેલી જિલ્લા પોલીસ વડાના સુખનિવાસ કોલોનીમાં આવેલા નિવાસસ્થાને બની હતી. જ્યાં રવિવારે સાંજે જિલ્લા પોલીસ વડા તેના બગીચામાં કામ કરી રહ્યા હતા ત્યારે સાપે તેમને ડંખ માર્યો હતો. દરમિયાન સોમવારે તેમણે શરીરમાં દુ:ખાવા જેવા ચિન્હો જણાવા લાગતા તેમને તાબડતોબ સારવાર માટે પ્રથમ અમરેલીના ખાનગી દવાખાને ખસેડાયા હતાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રિફર કરાયા હતાં. અલબત રાજકોટ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેમની હાલત તદન સ્વસ્થ જણાતા રજા આપી દેવાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here