Friday, March 29, 2024
Homeગુજરાત : આંગણવાડી કાર્યકરનો રૂ.૬૦૦, મિની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ...
Array

ગુજરાત : આંગણવાડી કાર્યકરનો રૂ.૬૦૦, મિની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં રૂ. ૩૦૦નો વધારો કરાયો

- Advertisement -

ગુજરાતઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે વિધાનસભા ખાતે નિયમ ૪૪ હેઠળ જાહેર અગત્યની બાબત સંદર્ભે મહત્વની જાહેરાત કરી હતી. આંગણવાડી કાર્યકર, મિની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં નોંધપાત્ર વધારો કરાયો છે. આંગણવાડી કાર્યકર બહેનોના વેતનમાં રૂ.૬૦૦, તેડાગર બહેનોના વેતનમાં રૂ.૩૦૦ અને મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતનમાં પણ રૂ.૩૦૦નો વધારો કરાયો છે. રાજ્યની ૫૩,૦૨૯ બહેનોને લાભ મળશે. આ વધારો માર્ચ ૨૦૨૦થી ચુકવાશે અને વર્ષ ૨૦૧૯-૨૦ સુધીનું એક વર્ષનું એરિયર્સ ત્રણ હપ્તામાં ચુકવાશે. આ માટે રાજ્ય સરકારને રૂ.૧૧૨ કરોડનું વધારાનું ભારણ થશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાલમાં રાજ્યની ૫૧,૨૨૯ જેટલી આંગણવાડીઓની કાર્યકર બહેનોને માનદવેતન તરીકે માસિક રૂ.૭૨૦૦ મળે છે. તેમાં હવે માસિક રૂ. ૬૦૦નો વધારો કરી તેઓને રૂ.૭૮૦૦ માનદ વેતન આપવામાં આવશે. તેવી જ રીતે આંગણવાડી તેડાગર બહેનોને હાલ માનદ વેતન તરીકે રૂ.૩૬૫૦ આપવામાં આવે છે તેમાં દર મહિને રૂ.૩૦૦નો વધારો કરી માનદ વેતન રૂ.૩૯૫૦ આપવામાં આવશે. રાજ્યની ૧૮૦૦ જેટલી મિની આંગણવાડીની કાર્યકર બહેનોને માનદ વેતન રૂ. ૪૧૦૦ ચુકવવામાં આવે છે તેમાં દર મહિને રૂ. ૩૦૦નો વધારો કરી માનદ વેતન રૂ. ૪૪૦૦ આપવામાં આવશે. આ વધારો તા. ૧લી માર્ચ,૨૦૧૯થી અમલમાં આવે તે રીતે આપવામાં આવશે.

આંગણવાડી કાર્યકરોના સંગઠન તરફથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મારી સમક્ષ તથા મહિલા બાળકલ્યાણ મંત્રી ગણપત વસાવા અને રાજ્યમંત્રી વિભાવરીબેન દવે સમક્ષ આંગણવાડીઓમાં કામ કરતાં કાર્યકરો અને તેડાગરોના માનદ વેતનમાં વધારો કરવાની રજૂઆત કરવામાં આવેલી છે. આંગણવાડીની સેવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહેલી બહેનોને વધુ સારું કાર્ય કરવા પ્રેરણા અને પ્રોત્સાહન મળે તે હેતુથી ગુજરાતની ૫૩,૦૦૦થી વધુ આંગણવાડીઓમાં કામ કરતા આંગણવાડી કાર્યકરો, તેડાગરો અને મિની આંગણવાડીના કાર્યકરોના માનદ વેતનમાં વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular