Wednesday, November 30, 2022
Homeગુજરાતગુજરાત ATSએ પાકિસ્તાન માટે કામ કરતા આઠ લોકોની ધરપકડ કરાઈ

ગુજરાત ATSએ પાકિસ્તાન માટે કામ કરતા આઠ લોકોની ધરપકડ કરાઈ

- Advertisement -

રાજ્યમાં ગુજરાત ATS, અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. જેમાં ATS અને ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા હાથ લાગી છે. ATSને પાકિસ્તાની એજન્સીને મોબાઇલ સિમકાર્ડ વેચવાનું કૌભાંડ હાથ લાગ્યું છે. ATSએ પાકિસ્તાન ઈન્ટેલિજન્સ એજન્સી સાથે સંકળાયેલા વ્યક્તિની ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, અમદાવાદમાંથી ક્રાઈમ બ્રાન્ચ અને ATSએ 8 શખ્સોની ધરપકડ કરી છે. જેમાં સુરત અને નવસારીમાંથી 2-2 મળીને કુલ 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

નડિયાદ, મોડાસા અને બનાસકાંઠામાં પણ ATS દ્વારા સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું. જોકે આગામી સમયમાં આ મામલે ગુજરાત ATS ચોંકાવનારા ખુલાસા કરે તેવી શક્યતા. બીજી બાજુ આજે દેશભરના રાજ્યોમાં PFI પર પાડવામાં આવેલા દરોડાનો રેલો છેક ગુજરાત સુધી પહોંચ્યો છે. જે મામલે ગુજરાત ATSએ 15 શંકાસ્પદોની અટકાયત કરી છે. દેશના 9 રાજ્યોમાં PFI પર NIAએ દરોડા પાડ્યા હતા. જેમાં અનેક લોકોની અટકાયત કરવામાં આવી છે.

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને EDએ મંગળવારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. મહારાષ્ટ્ર, દિલ્હી, આસામ અને કર્ણાટક સહિત 9 રાજ્યોમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી 8, કર્ણાટકના કોલારમાંથી 6 અને આસામમાંથી 7 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. એ સિવાય SDPIના સેક્રેટરીની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પાકિસ્તાની સંગઠન PFI સાથે ગુજરાતની કેટલાક જગ્યાના લોકો સીધી કનેક્ટ થતા જે પાકિસ્તાની સંસ્થાના ફંડિંગ સાથે કનેક્ટેડ છે તેઓને બાતમીના આધારે અટકાયત કરવામાં આવી હોવાની વિગતો ATSના સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular