Saturday, April 20, 2024
Homeલૂંટ અને પોલીસની હત્યા કરનાર 38 વર્ષથી ફરાર કુખ્યાત ડાકૂને ગુજરાત ATSએ...
Array

લૂંટ અને પોલીસની હત્યા કરનાર 38 વર્ષથી ફરાર કુખ્યાત ડાકૂને ગુજરાત ATSએ ઝડપી પાડ્યો

- Advertisement -

છેલ્લા ચાર દાયકાથી ફરાર ડાકૂને ગુજરાત ATSએ બાડમેરથી ઝડપી પાડ્યો

હાલ સમગ્ર દેશમાં આઠ પોલીસ અધિકારીઓની હત્યા કરનાર વિકાસ દુબેના એન્કાઉન્ટરની ચર્ચા ચાલી રહી છે. વિકાસ દુબે છેલ્લા એક અઠવાડીયાથી હતો ફરાર, ધરપકડનાં 24 કલાકમાં જ પોલીસે ઠાર માર્યો હતો. ત્યારે આ વચ્ચે ગુજરાતમાં ખુંખાર ડાકૂની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા ચાર દાયકાથી ફરાર કાતિલ ડાકૂ સતિષદાન સિંહ રાઠોડને આખેર ATSએ રાજસ્થાનના બાડમેર તાલુકાના ગડરાથી ઝડપી પાડ્યો છે.

1980ના દાયકામાં કુખ્યાત ડાકુ સતિષદાન સિંહ રાઠોડને રાજસ્થાન સરકારી સામે સરેન્ડર કર્યું હતું. જેના બાદ તમામ કેસમાંથી સતિષદાનસિંહ રાઠોડને મુક્ત થયો હતો. તે પોતાની જિંદગી આરામથી પસાર કરી રહ્યો હતો. પરંતુ તે ભૂલી ગયો હતો કે, તેની વિરુદ્ધ ગુજરાતમાં પણ કેસ દાખલ કરાયેલો છે. ત્યારે અચાનક ગુજરાતની ટીમે આ કાર્યવાહી કર્યા બાદ સમગ્ર ગામમાં હડકંપ મચી ગયો હતો.

જણાવી દઇએ, ગુજરાત SOG ધરપકડ વોરન્ટ પર ચાર દાયકા જૂના 1982ની બેંક લૂટ અને હત્યાના કેસમાં ફરાર સતિષદાન સિંહ રાઠોડને શોધ કરી રહી હતી. 38 વર્ષ પહેલા ડાકૂ સતિષદાન સિંહ રાઠોડને બેંક લૂંટ, હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. લૂંટના સમયે સતિષદાન સિંહ રાઠોડે કોન્સ્ટેબલની કરી હતી હત્યા.

ગડરા રોડ પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે સતિષદાન સિંહ રાઠોડના ઘર પર ગુજરાત એટીએસએ આ ડાકુને ઉઠાવ્યો હતો. જેના બાદ સ્થાનિક લોકોએ સતિષદાન સિંહ રાઠોડનું અપહરણ થયુ હોવાનું સમજ્યું હતું અને પોલીસને માહિતી આપી હતી. જેના બાદ બાડમેર પોલીસની ટીમે નાકાબંધી કરી હતી. તપાસમાં માલૂમ પડ્યું કે, ગુજરાત એસઓજીની ટીમ છે, અને ડાકુની ધરપકડ કરવામા આવી હતી. જેના બાદ એસઓજીએ ધરપકડના વોરન્ટ સહિતના કાગળ બાડમેર પોલીસને બતાવ્યા હતા. જેના બાદ ગુજરાતની ટીમ ગુજરાત આવવા રવાના થઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular