નવી મહામારી સામે ઝઝૂમતું ગુજરાત : 4 શહેરમાં જ બ્લેક ફંગસના 3200 કેસ, 87 મોત

0
4

કોરોના મહામારી હજુ ખતમ નથી થઈ, ત્યાં રાજ્યમાં બ્લેક ફંગસને મહામારી જાહેર કરવી પડી છે. કેન્દ્ર સરકારે પણ સ્વીકારી લીધું છે કે, દેશમાં બ્લેક ફંગસના સૌથી વધુ કેસ ગુજરાતમાં છે. કેન્દ્રના મતે, ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસના 2281 કેસ છે. જોકે, હકીકતમાં આ આંકડો આશરે પાંચ હજારથી પણ વધુ છે. આમાંથી 50%થી વધુ લોકો ઘરમાં જ સારવાર લઈ રહ્યાં છે. ચોંકાવનારી વાત એ છે કે, આ મહામારી ફક્ત મોટાં શહેરોમાં જ નહીં, પરંતુ ગામડાંમાં પણ ઝડપથી ફેલાઈ ગઈ છે. આવા આશરે 40% કેસ ભરુચ, આણંદ, જામનગર અને પાટણ જેવા જિલ્લામાં છે. એકલા અમદાવાદમાં એક હજારથી વધુ બ્લેક ફંગસના કેસ છે, જ્યારે સુરતમાં અત્યાર સુધી તેના 800 દર્દી નોંધાઈ ચૂક્યા છે.

આ દરમિયાન શનિવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, બ્લેક ફંગસની સારવારમાં ઉપયોગમાં લેવાતા એમ્ફોટેરિસિન-બી ઈન્જેક્શનનો દેશમાં પૂરતો જથ્થો નથી, પરંતુ હવે તેનું ઉત્પાદન વધારાઈ રહ્યું છે. હાલ પાંચ વધારાના ઉત્પાદકને લાઈસન્સ આપવાની પ્રક્રિયા પણ શરૂ કરાઈ છે. એટલું જ નહીં, હાલ જે ઉત્પાદકો છે તે પણ આ ઈન્જેક્શનનું ઉત્પાદન વધારી રહ્યા છે.

રાજ્યમાં 5000 કેસ, હોસ્પિટલોમાં 50%ની જ સારવાર થઈ રહી છે

જિલ્લો કેસ સરકારી હોસ્પિટલોમાં સારવારની વિગત
ભરૂચ 12 6 દર્દીની સારવાર થઇ, 6 ના રિપોર્ટ બાકી છે. તમામ દર્દીની વડોદરા અને અન્ય મોટા શહેરમાં સારવાર કરાઇ
પંચમહાલ 6 દર્દીને વડોદરા-અમદાવાદ મોકલાયા.
મહીસાગર 5 દર્દીને વડોદરા -અમદાવાદ મોકલાયા.
દાહોદ 2 સુવિધા ના હોવાથી દર્દીને વડોદરા મોકલાયા
છોટાઉદેપુર 2 દર્દીની વડોદરામાં સારવાર
આણંદ 50 સિવિલ હોસ્પિટલમાં કોઇ સુવિધા નથી.
ખેડા 19 સિવિિલમાં વોર્ડ શરૂ. ઇન્જેકશન માટે અમદાવાદ પર નિર્ભર
વલસાડ 16 સિવિલમાં 30 બૅડની સુવિધા. હાલ 1 દર્દી સારવાર હેઠળ. 15 દર્દીઓને ખાનગીમાં સારવાર કરી રજા અપાઇ.
નવસારી 17 સિવિલમાંં 10 બૅડની સુવિધા પણ તમામ દર્દી સુરત અને વલસાડની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
ડાંગ 1 જિલ્લામાં સારવારની સુવિધા નહીં. દર્દી સુરત ખસેડાયો.
ભાવનગર 55 અલગ વોર્ડ ઊભો કરાયો પરંતુ ઇન્જેક્શનો મળતા નથી.
ગાંધીનગર 26 સિવિલમાં વોર્ડમાં દાખલ દર્દીઓની સરખામણીમાં ઓછા ઇન્જેક્શન, બજારમાંથી ખરીદવાની ફરજ પડે છે.
પાલનપુર 28 જિલ્લામાં સારવારની કોઇ સુવિધા નથી.
પાટણ 13 પાટણ સિવિલમાંથી 2 દર્દીને અમદાવાદ રિફર કરાયા છે. ધારપુર સિવિલે 8 કેસ અમદાવાદ રિફર કર્યા.
સુરેન્દ્રનગર 70 દર્દીનેને રાજકોટ અથવા અમદાવાદ મોકલવામાં આવે છે.
મહેસાણા 40 ઇન્જેક્શન માટે અમદાવાદ સુધી દોડવું પડે છે.
અમરેલી 100 દવાનાં અભાવે રાજકોટ સારવાર માટે જાય છે.
પોરબંદર 4 સારવાર માટે રાજકોટ કે અમદાવાદ જવું પડે છે.
જૂનાગઢ 10 સિવિલમાં વોર્ડ છે છતાં રાજકોટ જવું પડે છે.
અરવલ્લી 5 તમામની ખાનગી હોસ્પિટલમાં જ સારવાર કરાય છે.
સાબરકાંઠા 39 સિવિલ હોસ્પિટલમાં 20 બૅડનો અલાયદો વોર્ડ ઊભો કરાયો.
જામનગર 108 જીજી હોસ્પિટલમાં બે અલગ વોર્ડ બનાવાયા છે.

હવે બ્લેક ફંગસના કેસ છૂપાવવા કિમિયો

બ્લેક ફંગસના દર્દીઓની સંખ્યા ઘટાડવા હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ઝડપથી ડિસ્ચાર્જ કરવાનો કિમિયો અપનાવ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાલ 450થી વધુ મ્યુકરમાઈકોસિસના દર્દીઓ દાખલ છે. સરેરાશ રોજે નવા 30 કેસ સામે આવી રહ્યા છે. સારવાર માટે આવશ્યક ઈન્જેક્શનોનો સ્ટોક સરકાર પાસે ઉપલબ્ધ નથી. આવા સંજોગોમાં જો દર્દીઓને ઈન્જેક્શનની રાહે હોસ્પિટલમાં દાખલ રાખવામાં આવે તો મ્યુકરમાઈકોસિસનો આંકડો ઘણો વધી શકે છે. આવી સ્થિતિમાં સરકારી હોસ્પિટલોમાં હવે સર્જરી બાદ દર્દી સંપૂર્ણ રિકવર થાય તે પહેલા જ ડિસ્ચાર્જ અપાઈ રહ્યું છે.

25 લાખ સુધીનો ખર્ચ, છતાં પણ અનેક જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય છે

સુરતઃ

મ્યુકરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસ નામની આ બીમારીની સારવારમાં દર્દીઓએ રૂ. સાત લાખથી 25 લાખ સુધીનો ખર્ચ થઈ રહ્યો છે. આમ છતાં, મોટા ભાગના દર્દીઓને તેમાંથી છુટકારો નથી મળી રહ્યો. સુરતમાં ઉધનાના રહેવાસી શારદાબહેનને 19 માર્ચે બ્લેક ફંગસનું નિદાન થયું, જેની સારવાર માટે તેઓ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા. તેમનું સંક્રમણ એટલું વ્યાપક હતું કે, ડૉક્ટરે આંખ, નાક અને જડબું પણ કાઢી લેવું પડ્યું.

વળી, ઈન્જેક્શનની પણ અછત હતી અને છતાં રૂ. સાત લાખનો ખર્ચ થઈ ગયો. છેવટે તેમના પરિવાર પાસે પૈસા ખૂટી પડ્યા અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈ લેવું પડ્યું. છેવટે 11 મેએ તેઓ સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા. શારદાબહેન તો એક ઉદાહરણ માત્ર છે. બ્લેક ફંગસના અનેક દર્દીઓની આ જ કહાની છે. સુરત મનપાના અધિકારી ડૉ. પ્રદીપ ઉમરીગર કહે છે કે, ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને ઈન્જેક્શન અપાઈ રહ્યા છે, પરંતુ તેની સારવારના રેટ નક્કી નથી કરાયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here