ક્રિકેટ : ગુજરાતે વડોદરા ને 40 રને હરાવ્યું : વિકેટકીપર ધ્રુવ રાવલની સદી.

0
5

ગુજરાત ક્રિકેટ ટીમે વિજય હઝારે ટ્રોફીમાં પોતાની 5 મી મેચમાં સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે વડોદરાને 40 રને હરાવ્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ગુજરાતની ટીમે 50 ઓવરમાં 7 વિકેટે 277 રન કર્યા હતા. જવાબમાં વડોદરાની ટીમ 9 વિકેટે 237 રન જ કરી શકી હતી.

ગુજરાત માટે વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ રાવલે 102 રન કર્યા હતા. જ્યારે બોલિંગમાં પિયુષ ચાવલાએ 3, ચિંતન ગજા- અરઝાન નગવાસવાલાએ 2-2 અને કરન પટેલે 1 વિકેટ લીધી. આ મેચ જીતીને ગુજરાત ટૂર્નામેન્ટની પ્લેઓફમાં પહોંચી ગયું છે. પ્રિયાંક પંચાલ હેઠળ ગુજરાત અત્યાર સુધી રમેલી પાંચેય મેચ જીત્યું છે.

ધ્રુવ રાવલની શાનદાર સદી

ગુજરાતની શરૂઆત સારી રહી નહોતી. કેપ્ટન પ્રિયાંક પંચાલ 2 અને ચિરાગ ગાંધી 12 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થઈ ગયા હતા. તે પછી વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ રાવલે ઇનિંગ્સ સંભાળતા 129 બોલમાં 9 ફોર અને 1 સિક્સની મદદથી 102 રન કર્યા હતા. તે સિવાય હેતે 84 બોલમાં 82 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે ચિંતન ગજાએ 9 બોલમાં 2 ફોર અને 2 સિક્સની મદદથી 244ની સ્ટ્રાઇક રેટે 22 રન કરીને ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપ્યો હતો.

મિડલ ઓવર્સમાં ગજાએ વડોદરાના રનચેઝ પર બ્રેક લગાવી

રનચેઝમાં વડોદરાનો સ્કોર એકસમયે 123 રને 1 વિકેટ હતો. ત્યારે લાગતું હતું કે, ગુજરાત માટે રન ડિફેન્ડ કરવા અઘરા રહેશે. જોકે ફાસ્ટ બોલર ચિંતન ગજાએ વિષ્ણુ સોલંકી અને કૃણાલ પંડ્યાને ઉપરાઉપરી આઉટ કરીને ગુજરાતને મેચ જીતવા ફેવરિટ કરી દીધું. તે પછી પિયુષ ચાવલાએ 3 વિકેટ ઝડપી બરોડાને વાપસી કરવાનો કોઈ ચાન્સ આપ્યો હતો. તે ઉપરાંત અરઝાન નગવાસવાલાએ 2 અને કરન પટેલે 1 વિકેટ લીધી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here