રાજ્યની 6 મહાનગર પાલિકામાં ઓછા મતદાન બાદ મતગણતરી ચાલુ છે. ટ્રેન્ડ મુજબ તમામ મહાનગર પાલિકામાં ભાજપની જીત થશે તેવું લાગી રહ્યું છે. રાજકોટની તો 48એ 48 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહી છે. સુરતમાં આપે ખાતુ ખોલાવ્યું છે 18 બેઠક પર તેના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. જામનગરમાં પાંચ બેઠક પર માયાવતીની પાર્ટી BSP આગળ ચાલી રહી છે. અમદાવાદમાં ઓવૈસીની AIMIM 3 બેઠક પર આગળ છે. 6 મહાનગરપાલિકાની 576માંથી 341ના ટ્રેન્ડમાં 263માં ભાજપ આગળ છે, જ્યારે 49માં કોંગ્રેસ, જ્યારે 29 બેઠકોમાં AAP અને AIMIM ત્રીજો વિકલ્પ બની રહ્યું છે.
અત્યારનો ટ્રેન્ડ નીચે મુજબ છે
પરિણામ અપડેટ…
વડોદરા: વોર્ડ નં-4માં એક EVM ન ખુલતા કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો, ભાજપની લીડ વધુ હોવાથી કોઈ ફરક નહીં પડે
સુરત: વોર્ડ નંબર 1,6,14,21,23 અને 29માં ભાજપની પેનલની જીત તો વોર્ડ નંબર 4,13 અને 16માં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે
અમદાવાદ: કેજરીવાલની AAP અને ઓવૈસીની AIMIMને અમદાવાદની જનતાએ એન્ટ્રી ન આપી, ભાજપ 76 બેઠક પર અને 18 બેઠક પર કોંગ્રેસ આગળ
રાજકોટ: ભાજપનું વિજય સરઘસ યોજી જશ્ન, ભાજપ 24 બેઠક પર અને 4 બેઠક પર કોંગ્રેસ તેમજ એક બેઠક પર આપ આગળ છે.
જામનગર: ભાજપ 11, કોંગ્રેસ 6 અને આપ 4 બેઠક પર આગળ છે.
વડોદરા: વોર્ડ નં-2, 4, 7, 8, 10, 14 અને 17માં ભાજપની પેનલની જીત, જ્યારે વોર્ડ નં-1માં કોંગ્રેસની પેનલનો વિજય
ભાવનગર: વોર્ડ નં. 1માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના 1 ઉમેદવાર વિજેતા, વોર્ડ નંબર 11માં પરિણામને લઇને કોંગ્રેસનો વિરોધ
અમદાવાદ મતગણતરી
અમદાવાદના 24 વોર્ડની મતગણતરી એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે અને બાકીના 24 વોર્ડની ગણતરી ગુજરાત કોલેજ ખાતે ચાલી રહી છે. જેમાં સૈજપુર બોધા, ખોખરા, નવરંગપુરા, જોધપુર,થલતેજ અને વસ્ત્રાલમાં ભાજપની પેનલ જીતી છે. જ્યારે દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી છે. હાલના ટ્રેન્ડમાં બહેરામપુરામાં ઓવૈસીની AIMIM 3, જ્યારે ભાજપ 65 બેઠક પર અને 10 બેઠક પર કોંગ્રેસ આગળ છે. જ્યારે જોધપુર વોર્ડના કાર્યકરો ઢોલ લઈને ઉજવણી માટે મતગણતરી પહોંચી ગયા છે.
રાજકોટ મતગણતરી
રાજકોટમાં બેલેટ પેપરની મત ગણતરી શરૂ થઇ ગઇ છે. બાદમાં EVM ખોલવામાં આવશે. ખરાખરીનો ખેલ શરૂ થતા મત ગણતરી સ્થળે લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ભાજપમાં 24 બેઠક પર અને 4 બેઠક પર કોંગ્રેસ તથા એક બેઠક પર આપ આગળ છે. આ ઉપરાંત વોર્ડ નં.1,4,7,10 અને 13 સહિત ભાજપની આખે આખી પેનલનો વિજય થયો છે. જીતતા ફટાકડા ફોડી જશ્ન મનાવવામાં આવ્યો છે. કોંગ્રેસનો ફરી કડૂચલો થયો છે. રાજકોટમાં ભાજપે વિજય સરઘસ યોજી જશ્ન મનાવી રહ્યું છે.
વડોદરા મતગણતરી
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી પોલિટેકનિક કોલેજ ખાતે ચાલી રહીછે. જેમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટી કી ટક્કર જોવા મળી રહી છે. 15 બેઠક પર ભાજપ અને 10 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. વોર્ડ નં-4, વોર્ડ-7 અને વોર્ડ નં-10માં ભાજપની પેનલની જીત થઈ છે અને વોર્ડ નં-1માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. વોર્ડ નં-1, 4, 7, 10, 13 અને 16ની ગણતરી પૂર્ણ છે અને હવે વોર્ડ નં-2, 5, 8, 11, 14 અને 17ની મતગણતરી શરૂ થઈ છે.
જામનગર મતગણતરી
જામનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વોર્ડ 16 ની 64 બેઠકો માટેની મત ગણતરી શરૂ કરવામાં આવી છે. જામનગરમાં ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે, ભાજપ 11, કોંગ્રેસ 6 અને આપ 4 બેઠક પર આગળ છે. જામનગરમાં વોર્ડ નં. 9 અને વોર્ડ નં.5માં ભાજપની પેનલનો વિજય થયો છે. બન્ને વોર્ડમાં ભાજપના ઉમેદવારો અને કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો છે. જામનગરના પૂર્વ ડેપ્યુટી મેયર કરશન કરમુરની હાર થઇ છે. ભાજપ છોડી આપમાં ગયા હતા. માયાવતીની બસપાએ ભાજપની પેનલ તોડી છે. પાંચ બેઠકો પર BSP આગળ છે. વોર્ડ નં. 6 ત્રણ ટર્મથી ભાજપનો ગઢ ગણાતું હતું.
ભાવનગર મતગણતરી
ભાવનગર મનપાના 13 વોર્ડની 52 બેઠકો પર ચૂંટણી લડનારા 211 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે. આજે સવારે 8 વાગ્યાથી બેલેટ પેપરની મતગણતરી શરૂ કરવામાં આવી છે. સવારે 9 વાગ્યાથી ઇવીએમની મતગણતરી શરૂ કરવામાં આવી છે. 3 બેઠક પર ભાજપ અને 1 પર કોંગ્રેસ આગળ છે. વોર્ડ નંબર.1,4,7,11ની ગણતરી થઇ રહી છે. ભાવનગર વોર્ડ નં.1માં ભાજપના ઉપેન્દ્રસિંહ 1323 વોટથી આગળ છે. ભાવનગરમાં વોર્ડ નંબર 11માં પરિણામને લઇને કોંગ્રેસે વિરોધ કરી ધમાલ મચાવી છે. વોર્ડ નં. 1માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના 1 ઉમેદવાર વિજેતા થયા છે. ભાવનગરમાં મનપામાં ફરી સત્તા હાંસલ કરવાની દિશામાં આગળ છે. 30 બેઠક ભાજપ અને 8 પર કોંગ્રેસ આગળ છે.
કઈ મનપામાં કેટલા વોર્ડ, બેઠક અને કયા પક્ષના કેટલા ઉમેદવાર
કોર્પોરેશન | કેટલા વોર્ડ | બેઠક | કેટલા ઉમેદવારો | ભાજપ | કોંગ્રેસ | આપ | અપક્ષ |
અમદાવાદ | 48 | 192 | 773 | 191 | 188 | 156 | 87 |
સુરત | 30 | 120 | 484 | 120 | 117 | 113 | 58 |
વડોદરા | 19 | 76 | 279 | 76 | 76 | 41 | 30 |
જામનગર | 16 | 64 | 236 | 64 | 62 | 48 | 27 |
રાજકોટ | 18 | 72 | 293 | 72 | 70 | 72 | 20 |
ભાવનગર | 13 | 52 | 211 | 52 | 51 | 39 | 4 |
કુલ | 144 | 576 | 2276 | 575 | 564 | 419 | 226 |
2015ના ચૂંટણી પરિણામો
કોર્પોરેશન | બેઠક | બિન હરિફ | ભાજપ | બિનહરિફ | કોંગ્રેસ | અપક્ષ |
અમદાવાદ | 192 | 0 | 143 | 0 | 48 | 1 |
સુરત | 116 | 1 | 79 | 1 | 36 | |
વડોદરા | 76 | 1 | 57 | 1 | 14 | 4 |
રાજકોટ | 72 | 0 | 38 | – | 34 | – |
જામનગર | 64 | 0 | 38 | – | 24 | 2 |
ભાવનગર | 52 | 0 | 34 | – | 18 | – |