ગુજરાત ભાજપ-અધ્યક્ષ સી.આર.પાટીલ બુધ-ગુરુવારે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાના પ્રવાસે

0
5

ગુજરાત ભાજપ-અધ્યક્ષ સી.આર.પાટીલ બુધ-ગુરુવારે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાના પ્રવાસે જઇ રહ્યા છે. ભાજપે સત્તાવાર રીતે તાઉતે વાવાઝોડાના અસરગ્રસ્તોની મુલાકાતે તેઓ જઇ રહ્યા હોવાનું જણાવ્યું છે.

ચૂંટણીની પૂર્વતૈયારીના ભાગરૂપે જતા હોવાની શક્યતા

પરંતુ સૂત્રો અનુસાર, પાટીલ 2022ના અંતમાં આવનારી વિધાનસભા ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે જઇને લોકોને મળીને તેમનો મૂડ જાણવાનો પ્રયાસ કરશે. હાલ કોરોના સંક્રમણની મહામારીને લઇને લોકોનું સેન્ટિમેન્ટ ખરાબ છે, જેનો તકાજો લેવા માટે પાટીલ અત્યારથી તૈયારીના ભાગરૂપે આ વિસ્તારોની મુલાકાત લેશે. પછી સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પ્રવાસ કરશે.

કિટ થકી નજીક આવવાનો પ્રયાસ

પાટીલના આ પ્રવાસ દરમિયાન ભાજપનો બક્ષીપંચ મોરચો અસરગ્રસ્તોને રાહતની કિટ વહેંચવા જઇ રહ્યો છે. આ કિટના માધ્યમથી પાટીલ સામાન્ય લોકોની નજીક જવાનો પ્રયાસ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here