ગુજરાત ભાજપા અધ્યક્ષ કોરોનામુક્ત થયા, સી.આર.પાટીલનો રિપોર્ટ નેગેટીવ આવ્યો

0
7

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કોરોના મુક્ત થયા છે. તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સી.આર. પાટિલે ટ્વિટ કરીને પોતાના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપી હતી. ટ્વિટમાં જણાવ્યું હતું કે, ‘મારો RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને આવતીકાલે હોસ્પિટલમાંથી રજા મળશે. મારા સ્વાસ્થ્ય માટે પાઠવેલી શુભકામનાઓ બદલ આપ સૌનો હ્રદયપૂર્વક આભાર માનું છું.

ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સીઆર પાટીલનો રિપોર્ટ નેગેટિવ આવતા આવતીકાલે તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. જોકે તેઓને થોડા દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન થવું પડશે.

નોંધનિય છે કે, પોતાની ગુજરાત યાત્રા દરમિયાન પાટીલ અનેક કોરોના પોઝિટિવ નેતાઓના સંપર્કમાં આવ્યા હોવાની શક્યતાને પગલે તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જો કે આ એન્ટિજન ટેસ્ટ હતો જે નેગેટિવ આવ્યો હતો. હવે તેમનો RTPC ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ આવ્યા બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here