ગુજરાત પેટા ચૂંટણી : 6માંથી ભાજપ અને કોંગ્રેસ ૩-3 બેઠકો પર આગળ

0
18

રાજ્યની 6 વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણી માટે મતગણતરી હાથ ધરવામાં આવી છે. પ્રારંભિક રૂઝાનમાં 6 બેઠકોમાંથી કોંગ્રેસ 3 બેઠકો પર અને ભાજપ 3 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસ રાધનપુર, બાયડ અને અમરાઈવાડી બેઠક પર આગળ ચાલી રહી છે. ભાજપ લુણાવાડા, થરાદ અને ખેરાલુ બેઠક પર આગળ ચાલી રહ્યું છે.

બાયડમાં 11મા રાઉન્ડમાં પણ ધવલસિંહ ઝાલા પાછળ ચાલી રહ્યાં છે. આ બેઠક પર કોંગ્રેસના જશુભાઈ પટેલ 7 હજાર મતોથી આગળ ચાલી રહ્યાં છે. ત્રીજા રાઉન્ડમાં રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર 4 હજારથી વધુ મતે પાછળ ચાલી રહ્યાં છે. લુણાવાડા બેઠક પર ઇવીએમમાં ખામી સર્જાતા મતગણતરી અટકી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here