અમદાવાદ :ગુજરાત ચેમ્બરે માત્ર બે મિનિટમાં બિઝનેસ વુમન વિંગ વિખેરી નાખી

0
0

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની સોમવારે સાંજે મળેલી ઇજીએમમાં બિઝનેસ વુમન વિંગનું અસ્તિત્વ બે મિનિટમાં મિટાવી દેવામાં આવ્યું હતું. ચેમ્બરના 325 સભ્યોની હાજરીમાં 11 મહિલાઓએ બિઝનેસ વુમન વિંગનું અસ્તિત્વ રહેવા દેવાની તરફેણ કરી હતી. પરંતુ બંધારણની જોગવાઇ પ્રમાણે બે તૃતિયાંશની બહુમતિ હોવાથી બિઝનેસ વુમન વિંગ વિખેરી નખાઈ. મહિલાઓમાં મતભેદને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ચેમ્બરના પ્રમુખ દુર્ગેશ બુચે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે મહિલાઓ ચેમ્બરની મુખ્યધારા સાથે જોડાય તે નિર્ણય સર્વાનુમતે ઈજીએમની બેઠકમાં લેવામાં આવ્યો છે.

મહિલાઓ માટે 25 વર્ષ પહેલા વિંગ રચાઈ

વેપાર-ધંધો કરતી ગુજરાતની મહિલાઓને ચેમ્બરમાં સ્થાન આપવા 25 વર્ષ અગાઉ બિઝનેસ વુમન વિંગની રચના કરાઈ હતી. બિઝનેસ વુમન વિંગને દૂર કરવા માટે અગાઉના પ્રમુખ દ્વારા પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ ટેક્નિકલ કારણોસર તેઓ સફળ થઇ શક્યા ન હોતા. પરંતુ નવી રચાયેલી કમિટીએ પદભાર સંભાળતાની સાથે જ પહેલું કામ તેમણે મહિલા વિંગને વિખેરવાનું કર્યું છે. ઈજીએમમાં હાજર 15માંથી 11 મહિલાએ વિંગને ચાલુ રાખવાની તરફેણમાં હાથ ઉંચા કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here