વિધાનસભા પેટાચૂંટણી : ગુજરાત કોંગ્રેસનું મુરતિયાનું લિસ્ટ તૈયાર, હાઈકમાન્ડની મહોર મારે એટલે કંકોતરી છપાય

0
87

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ કોઈપણ ભોગે બેઠક ખોવા નથી માંગતી. પ્રદેશ કોંગ્રેસે તો મુરતિયાઓની યાદી તૈયાર કરી દીધી છે પણ હાઈકમાન્ડ દ્વારા તેમના નામની કંકોતરી છપાવવાનું બાકી છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર થયેલી તમામ બેઠકો ઉપર કોંગ્રેસે ઉમેદવાર નક્કી કરી દીધા છે પણ હાઈકમાન્ડ તરફથી કોઈ હલચલ નજરે નથી પડી રહી.

 • કોંગ્રેસે મુરતિયાતો નક્કી કરી લીધા પણ હજુ હાઈકમાન્ડની હા બાકી
 • કોંગ્રેસને પોતાના જ માણસો ઉપર ભરોસો નથી પડી રહ્યો
 • અલ્પેશ ઠાકોરે છેડો ફાડ્યા બાદ કોંગ્રેસ ઉમેદવારોની પસંદગીને મામલે સાવચેત

વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના દાવેદારોની યાદી તૈયાર થઈ ગઈ છે. આજે યોજાનારી સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં આ નામની યાદી મુકાશે. સ્ક્રિનિંગ કમિટીમાં નક્કી થયેલાં નામ હાઈકમાન્ડ સમક્ષ મોકલાશે. બસ હાઈ કમાન્ડની મહોર વાગે એટલે મુરતિયા નક્કી. અલ્પેશ ઠાકોર અને અન્ય ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપનો પલ્લુ પકડી લેતા હવે કોંગ્રેસ ઉમેદવારોના ચયનમાં થોડુ વધુ સાબદુ થયુ છે.

કઈ કઈ બેઠક પર કરવામાં આવી છે તારીખો જાહેર
રાજ્યની થરાદ, ખેરાલૂ, અમરાઇવાડી, બાયડ, રાધનપુર અને લુણાવાડા બેઠકની જાહેરાત કરવામાં આવી છે. હાલ ગુજરાત વિધાનસભાની સાત બેઠકો ખાલી છે. જેમાંથી હાલ ચૂંટણી પંચે કુલ છ બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.

ક્યારે થશે ચૂટણી
ચૂંટણીપંચે 7 બેઠકોમાંથી 6 બેઠકોની જાહેરાત કરી હતી જેમાં 21 ઓક્ટબરે મતદાન યોજાવાની જાહેરાત કરી હતી. 24 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. 30 સપ્ટેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, જ્યારે 23 સપ્ટેમ્બરે પેટાચંટણીઓને લઇને નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.

અમરાઈવાડીમાં પાટીદારને મળશે ટિકિટ?
ભાજપના ધારાસભ્ય એચ.એસ.પટેલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી છે
કોંગી ઉમેદવારોની યાદી

 • ધર્મેન્દ્ર પટેલ
 • ઈલાક્ષી પટેલ
 • અંકિત પટેલ
 • કનુ પટેલ

રાધનપુર બેઠક પર ઠાકોર સામે ઠાકોરનું ગણિત
કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી છે
કોંગી ઉમેદવારોની યાદી

 • ગેનીબહેન ઠાકોર
 • જગદીશ ઠાકોર
 • નવીન પટેલ
 • ડી.ડી.ચૌધરી
 • ગોવિંદજી ઠાકોર
 • રઘુ દેસાઈ

બાયડ બેઠક પર કોને કરશે ખફા?
કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી.
કોંગી ઉમેદવારોની યાદી

 • માનવેન્દ્રસિંહ સોલંકી
 • જશુ પટેલ,
 • ભાથી ખાંટ,
 • અશોકસિંહ ઝાલા

લુણાવાડા બેઠક
ભાજપના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી.
કોંગી ઉમેદવારોની યાદી

 • પી.કે.ડામોર
 • સુરેશ પટેલ
 • પી.એમ.પટેલ
 • હીરા પટેલ
 • રાકેશ પંડ્યા

ખેરાલુ બેઠક પર ડાભી સમાજનો છે દબદબો
ભાજપના ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી
કોંગી ઉમેદવારોની યાદી

 • મુકેશ ચૌધરી
 • બાબુજી ઠાકોર
 • મહોબતસિંહ
 • જયરાજસિંહ પરમાર
 • આશા ઠાકોર

થરાદ બેઠક છે વિવાદનું ઘર
થરાદ બેઠક ની વિધાનસભાની બેઠક ભાજપના ઉમેદવાર પરબત પટેલ બનાસકાંઠા લોકસભાની બેઠકમાં વિજેતા બનતા ખાલી પડી છે
કોંગી ઉમેદવારોની યાદી

 • આંબા સોલંકી
 • માંગીલાલ પટેલ
 • મહેશ ગઢવી
 • ગુલાબસિંહ રાજપૂત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here