Monday, December 5, 2022
HomeગુજરાતGujarat Election : PM મોદીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

Gujarat Election : PM મોદીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

- Advertisement -

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતની પાર્ટીઓ પ્રચંડ પ્રચારમાં લાગી છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ઉપરા ઉપરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને સભાઓ ગજવી રહ્યા છે. ગુજરાત સર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મેદાનમાં ઉતર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના અંતરાળ બાદ ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે.

પીએમ મોદીએ આજે પહેલા દિવસે મહેસાણાના રાધનપુર ચાર રસ્તા નજીક એરોડ્રામ ખાતે જાહેર સભાને સંબોધી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કહ્યું કે, મહેસાણાની આ માટીએ મને મોટો કર્યો છે, મારૂ ઘડતર કર્યું છે. મહેસાણા જિલ્લો ગુજરાતનું ભવિષ્ય નક્કી કરે છે. મહેસાણા જિલ્લો ગુજરાતનું ભવિષ્ય નક્કી કરે છે. આ ચૂંટણી હું નથી લડતો, ગુજરાતની ચૂંટણી જનતા લડે છે. ગુજરાતના યુવાનોએ વિજયનો ધ્વજ પોતાના હાથમાં લીધો છે

કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા તેઓએ કહ્યું કે, કોંગ્રેસનું મોડેલ એટલે ભ્રષ્ટાચાર, પરિવારવાદ, જાતિવાદ. કોંગ્રેસ વોટબેંક પોલિટીક્સ કરવાનું જાણે છે. કોંગ્રેસના મોડેલે ગુજરાતને બરબાદ કર્યુ છે. કોંગ્રેસની નીતિ ગરીબોને પછાત જ રાખવાની છે. કોંગ્રેસે સત્તામાં ટકી રહેવા ભાગલા પાડ્યા છે. 20 વર્ષમાં ભાજપે જે કામ કર્યા છે તેનાથી વિરોધીઓ હેરાન છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular