ગુજરાત : સ્થાનિક ચૂંટણીનો ઉત્સાહ સાત સમંદર પાર પહોંચ્યો, વિદેશમાં બેઠાં બેઠાં NRI પોતાના પસંદગીના ઉમેદવારને જીતાડવા પ્રચાર કરે છે

0
8
  • રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વિદેશ રહેતા લોકોનો પ્રચાર

ગુજરાતમાં આવી રહેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રંગ વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ ચઢ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના રાજકીય રૂપરંગ અને કાવાદાવા તેમજ હાર-જીતના પરિણામો અંગે વિદેશી ગુજરાતીઓમાં પણ ચર્ચા થતી જોવા મળી રહી છે.પ્રસાર માધ્યમો અને સોશિયલમીડિયામાં થતી નિયમિત અપડેટ વિદેશમાં વસતા ગુજરાતીઓ અહીં બનતી ઘટનાઓ અને ચૂંટણી વાતાવરણથી અવગત કરતી હોય છે.NRI એટલે કે, NRG (નોન રેસિડેન્શિયલ ગુજરાતી)તરીકે ઓળખાતા આ નાગરિકો પોતાના માનીતા રાજકીય પક્ષ અને ઉમેદવારને જીતાડવા પોતાના પ્રભાવનો અને સંપર્કોનો ઉપયોગ કરી ટેલિફોનિક અને સોશિયલ મીડિયાના માધ્યમથી કરીને ચૂંટણી પ્રચારમાં જોતરાતા હોય તેવું સામે આવ્યું છે.

અમેરિકાથી સ્થાનિક ચૂંટણીમાં રસ લેતા ગુજરાતીઓ
અમેરિકાના લોસ એન્જલસમાં વસતા લેબોન હોસ્પિટાલિટીના ચેરમેન અને ઈન્ડો અમેરિકન કલચરલ સોસાયટીના સેક્રેટરી યોગી પટેલ સુરત અને આણંદની ચૂંટણીમાં રસ લઈ રહ્યા છે.ઈન્ડો અમેરિકન કલચરલ સોસાયટીના પ્રમુખ પરિમલભાઈ શાહ વડોદરા મહાનગરની ચૂંટણીમાં રસ લઈ રહ્યા છે.કેલિફોર્નિયાની અગ્રણી ફૂડ કંપની ભારત ફૂડસના ભરતભાઈ પટેલ પણ દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાની ચૂંટણીમાં રસ લઈ રહ્યા છે.આ ઉપરાંત ઓવરસિસ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના પી.કે.નાઈક પણ અમદાવાદ અને મહેસાણાની ચૂંટણીમાં રસ લઈ રહ્યા છે.મહત્વનું છે કે, આ તમામે તમામ લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રભાવિત થઈ ભાજપને મત આપવા અપીલ કરી રહ્યા છે.

ચૂંટણી વખતે સંપર્કમાં રહે છે
યોગી પટેલના જણાવ્યા મુજબ તે મૂળ ખેડાના વસો તાલુકાના વતની છે. લગ્ન આણંદમાં થયેલ છે અને અભ્યાસ અને વ્યવસાય માટે સુરતમાં સ્થાયી હતા. છેલ્લા 22 વર્ષથી તેઓ અમેરિકામાં છે.જોકે તમામ સ્થળોએ કૌટુંબિક સ્વજનો અને મિત્રો સ્નેહીજનો રહે છે.વ્યાપાર અને રાજકારણમાં પ્રત્યેક ગુજરાતીને હંમેશા રસ રહ્યો છે.એટલે ચૂંટણી આવે ત્યારે સૌ અહિંના મિત્રો અમારા સંપર્કના તમામ મિત્રોને મતદાનમાં આળસ ન રાખવા અને અચૂક મતદાન કરવા જવા કહીએ છીએ.
આ તબક્કે ઇન્ડો અમેરિકન કલચરલ સોસાયટીના પ્રમુખ પરિમલભાઈ શાહે પણ વિકાસની રાજનીતિની તરફેણ કરી ગુજરાત અને વડોદરાના પોતાના મિત્રો અને સ્નેહીજનોએ મતદાન કરવા ફોન અને સંદેશા સોશિયલ મીડિયા દ્વારા કર્યા હોવાનું જણાવે છે.

વિદેશમાં રહેતા ગુજરાતીઓના સંગઠન દ્વારા સ્થાનિક ચૂંટણીઓમાં પણ રસ દાખવીને મતદાન કરવા અપીલ કરવામાં આવે છે.
વિદેશમાં રહેતા ગુજરાતીઓના સંગઠન દ્વારા સ્થાનિક ચૂંટણીઓમાં પણ રસ દાખવીને મતદાન કરવા અપીલ કરવામાં આવે છે.

સ્થાનિક ચૂંટણીનો ઉત્સાહ સાત સમંદર પાર પહોંચ્યો
વિદેશોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જે તે રાજકીય પક્ષોના તરફેણમાં વોટ કરવાની તરફેણ કરી રહ્યા છે વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી પણ આપી જ કરવામાં આવી રહી છે ખાસ કરીને યુદ્ધ મતદાનમાં પોતાની ભૂમિકા ભજવે તેવી પણ અપીલ કરવામાં આવી છે.ડિજિટલ યુગ ના સમયે પોતાની વાત લોકો સુધી પહોંચાડવા માટેનો સરાહનીય પ્રયાસ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here