ગુજરાત : ફાસ્ટેગને લઇને ટોલટેક્સ પર જોવા મળી અફરાતફરી! મુસાફરોએ ભરવો પડયો બમણો ટોલ ટેક્સ

0
17

રાજ્યભરમાં આજથી ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત છે. ત્યારે તંત્ર દ્વારા ફાસ્ટેગ ફરજિયાત તો કરી દેવામાં આવ્યું છે પરંતુ સિસ્ટમના કારણે મુસાફરો અને વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. જો કે વાહનચાલકોને પડી રહેલી મુશ્કેલીને લઇને ફાસ્ટેગ સેન્ટર પર તાળુ મળ્યું હતું અને કોઇ કર્મચારી હાજર જોવા મળ્યો નહોતો.

  • ફસ્ટેગ અમલીકરણ ફરજીયાતનો મામલો
  • ફાસ્ટેગ અમલ થતા જ સિસ્ટમમાં સર્જાઇ ખામી
  • ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ માટે વ્યવસ્થાનો અભાવ

ફાસ્ટેગની અમલવારી તો થઇ પરંતુ સિસ્ટમમાં ખામીના કારણે ફાસ્ટેગ સ્કેન નથી થઇ રહ્યાં. જેના કારણે મેન્યુઅલી સ્કેન કરવું પડે છે. અને મેન્યુઅલી સ્કેન ન થાય તો ફાસ્ટેગમાં પૈસા હોવા છતા પણ અલગ પૈસા આપવા પડી રહ્યાં છે.

ટોલપ્લાઝાની કામગીરીને ઝડપી બનાવવા માટે ફાસ્ટેગ ફરજિયાત કરાયું છે પરંતુ સિસ્ટમની ખામીના કારણે કામગીરી ઝડપી થવાના બદલે વધુ મોડી થઇ રહી છે. અને વાહનોની લાંબી લાઇનો લાગી છે.

રાજ્યમાં ફાસ્ટેગ ફરજિયાત થઇ ગયું છે, પરંતુ સ્કેન ન થતાં મુસાફરો અટવાયાં છે. જો કે ફાસ્ટેગ સેન્ટર પર તાળુ મારી દેવામાં આવ્યું તેમજ સેન્ટર પર કોઇ કર્મચારી હાજર ન મળ્યાં. જો કે સેન્ટર બંધ હોવાથી વાહનચાલકો અને મુસાફરો કોને ફરિયાદ કરે તેને લઇને મુંઝવણમાં મૂકાયા છે. મુસાફરો સામે એક વિકટ પરિસ્થિતિ ઉભી થઇ કે ન તો ફાસ્ટેગ સ્કેન થાય છે અને ન તેની ફરિયાદ સાંભળવા કોઇ હાજર છે.

રાજ્યભરમાં આજથી ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત છે. ત્યારે તંત્ર દ્વારા ફાસ્ટેગ ફરજિયાત તો કરી દેવામાં આવ્યું છે પરંતુ સિસ્ટમના કારણે મુસાફરો અને વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. ફાસ્ટેગની અમલવારી તો થઇ પરંતુ સિસ્ટમમાં ખામીના કારણે ફાસ્ટેગ સ્કેન નથી થઇ રહ્યાં. જેના કારણે મેન્યુઅલી સ્કેન કરવું પડે છે.

આમ મેન્યુઅલી સ્કેન ન થાય તો ફાસ્ટેગમાં પૈસા હોવા છતાં પણ અલગ પૈસા આપવા પડી રહ્યાં છે. ટોલપ્લાઝાની કામગીરીને ઝડપી બનાવવા માટે ફાસ્ટેગ ફરજિયાત કરાયું છે પરંતુ સિસ્ટમની ખામીના કારણે કામગીરી ઝડપી થવાના બદલે વધુ મોડી થઇ રહી છે. અને વાહનોની લાંબી લાઇનો લાગી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here